Charchapatra

તલાટી કમ મંત્રીની પરિક્ષામાં પડેલી હાલાકીને સરકાર જાણે છે?

તા.7-5-23ના રોજ તલાટી કમ મંત્રી પરીક્ષા બાબતે સુરત-વડોદરા રેલવે સ્ટેશન- બસ સ્ટેન્ડના યાદગાર પ્રસંગમાં અનુભવાયુ કે સુરત રેલવે સ્ટેશન પર મળસ્કે ટિકીટો મેળવવા લાંબી લાઈનમાંથી પસાર થવાનું થયું. સુરત પર વલસાડ-વડનગર ટ્રેનમાં વડોદરા જવા ઉમેદવારોનો પ્લેટફોર્મ નં-1 પર મેળા જેવો માહોલ, રેલવે સ્ટેશન પર આર.પી.એફ. પોલીસ દેખાઈએ જડે નહીં, ટ્રેન આવતા અંધાધૂંધી જેવું વાતાવરણ, ધક્કા-મુક્કી ઊભા રહેવાની પણ જગ્યા નહીં. વાલીઓ અને ઉમેદવારો હેરાન-પરેશાન થઈ ગયા. વડોદરા સ્ટેશનની બહાર રોડ પર ચારે-બાજુ પાણીના ખાબોચીયામાંથી પસાર થવાનું. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર જવા માટે સિટી-બસના કોઈ ઠેકાણાં નહીં. રીક્ષાવાળાઓ પરીક્ષા સ્થળે જવાં તૈયાર થાય નહીં.

દૂર-દૂર કેન્દ્ર હોવાથી રીતસરના કાલા-વાલા કરવા છતાં પણ મનસ્વીપણે રૂા. 50/- આપવાં છતાં કોઈ આવવાં તૈયાર ન હતાં. પરીક્ષા પૂર્ણ થતાં આજ માહોલ જોવાં મળ્યો. ઉમેદવારો-વાલીઓ રીતસરના ખાધા-પીધા વગર અટવાયાં. વડોદરા બસ સ્ટેન્ડ પર કોઈ સરકારી ખાલી બસ નિયત બસ સ્ટેન્ડ પર જોવા મળતી હતી નહીં. વિવિધ રૂટની બસમાં કોઈપણને પણ કંડક્ટર બસમાં એન્ટ્રી આપતાં નહોતા. બસ સ્ટેન્ડ પર સ્થાનિક પોલીસ હાજરમાં દેખાતાં ન હતા. વાલીઓ અને ઉમેદવારો કંટાળીને ધક્કા-મુક્કીનો સામનો કરીને ચારથી પાંચ કલાકનો સમય બસમાં પસાર કરીને પોતાના નિયત સ્થળે પહોંચ્યા. માન.પ્રવાસનમંત્રીશ્રી હર્ષ સંઘવી, માનનીય રેલવે રાજ્યપ્રધાન સાંસદશ્રી દર્શના દરદોષ સુરતથી વધુ ટ્રેનનું આયોજન કરી શક્યા હોત! ગુજરાત એસ.ટી. નિગમે રૂા.10 કરોડની માતબર કમાણી કરીને સરકારી તિજોરી ભરીને પેપર ન ફૂટ્યું ન તે બદલ તંત્રએ હાશકારો અનુભવ્યો અને ઉમેદવારો અને વાલીઓએ હાડમારી વેઠવી પડી. ધારાસભ્ય, કોર્પોરેટરશ્રીએ સહયોગ આપવો જોઈએ તે આપ્યો નથી. આવી છે આવી ડબલ એંજિનની સરકાર.
સુરત     – નાનજીભાઈ પડાયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top