કોઈ પણ માનવી જ્યારે જીવનથી હતાશ થઇ જાય ત્યારે બે પ્રકારના શબ્દો જ બોલે (૧) ભગવાન ભરોસે અને (૨) નસીબની બલિહારી. શું આ સાચું હોઈ શકે? આ બે શબ્દોનો આધાર લઈને બેસી રહીએ તો શું જીવનમાં હતાશાથી છૂટી જવાય? જીવનને હતાશામાંથી બહાર કાઢવા માટે તો માનવી પાસે કલાનો વારસો હોવો જોઈએ, જેમ કે લેખન, વાચન, રમતગમત, ફિલ્મ ક્ષેત્ર, જરૂરિયાતમંદોને મદદની ભાવના, આ બધી બાબતોમાં પછી દંભ,પાખંડને સ્થાન નથી.દરેક માનવીમાં કળા હોતી નથી પણ તેને એ જ વ્યક્તિ વિકસાવી શકે કે જેનામાં અન્યના જીવનમાં ઉજાસ પાથરવાની શુભ ભાવના હોય. તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા dr બાબાસાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરી કહ્યું કે બાબાસાહેબનું નામ લેવા કરતાં ભગવાનનું નામ લો તો કલ્યાણ થાય. અહીં પ્રશ્નો થાય કે (૧) પરીક્ષામાં ભગવાનનું નામ લખીને આવીએ તો પાસ કરે ખરા?(૨) કોઈ ગંભીર માંદગીમાં સારવાર ના કરીએ અને ભગવાન ભરોસે છોડી દઇએ તો સારા થવાય ખરું?
(૩) કોર્ટમાં ન્યાયાધીશ ચુકાદો જાહેર કરતી વખતે જે તે કાયદાની કલમ ધ્યાનમાં લે કે પછી ભગવાનનું નામ લે? જો નસીબ અને ભગવાનના ભરોસે ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન કંઇ કરતે જ નહીં અને બેસી રહેતે તો દેવામાંથી બહાર આવી શકતે ખરો? ભારત દેશ બંધારણ થકી ઘડવામાં આવેલા કાયદા દ્વારા ચાલે છે. ભગવાનના ભરોસે તો ઠીક કોઈના ભરોસે બેસી રહેવાનું પાલવે નહીં. મને કહેવાનું મન થાય કે “સિર્ફ નદી કે કિનારે સે ખડે હોકર દૂસરે વ્યક્તિ કૉ તેરતે દેખને સે તેરના નહીં આ જાતા. નદી મેં કૂદના પડેગા, કિનારે બેઠે બેઠે ભગવાનકા નામ લેને સે તેરના આ શકેગા“?
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.