કોરોનાની આચારસંહિતા મુજબ સરકારી કચેરીઓ 50% સ્ટાફ સાથે કામ કરી રહી છે. કામનું ભારણ વધારે હોવાથી પહેલાં અરજદારોને ધક્કા ખવડાવવામાં આવતા હતા અને હવે કોરોનાનું બહાનું આગળ ધરી કર્મચારીઓ લોકોને ધક્કા ખવડાવે છે. ઓનલાઇન અરજીઓનો પણ પત્તો નથી લાગતો અને કોમ્પ્યુટરથી અજ્ઞાત એવી સિનિયર સિટીઝનની અરજીને તો હાથ પણ લગાડવાની આ કર્મચારીઓ તકલીફ નથી લેતા અને સ્પષ્ટ કહી દે છે કે કોરોનાને કારણે હમણાં આવી કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં મહિનો બે મહિના પછી આવજો. નવાઈની વાત એ છે કે લાંચ લેવામાં કોરોના નડતો નથી? પહેલાં પણ 50% કર્મચારીઓ જ કામ કરતા હતા. આજે પણ 50% કર્મચારીઓ હાજર રહે છે અને તેમાંના માત્ર 50% કર્મચારીઓ જ કામ કરે છે. પૈસા ઉઘરાવનારા તંત્રમાં પણ સરકાર આવું જ કરે છેને !?
સુરત -સુનીલ રા.બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કંઈ ફેર પડે છે !? 50% સ્ટાફ હાજરી સૂચક
By
Posted on