આપણે ત્યાં કોઇકનું અવસાન થાય તો શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં એમ જ કહેવામાં આવે દેશને, રાજ્યને, જ્ઞાતિને કે કુટુંબને એમના જવાથી કદી પુરાય નહીં એવી ખોટ પડી છે. પણ આ વાત સાવ ખોટી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને બીજા અનેક ગયા તો પણ દેશ ચાલે છે જ ને? અરે, ગાંધીજી ગયા તો પણ રાષ્ટ્ર ચાલે જ છે ને? કોઇના વગર અટકતું નથી કે કોઇની ખોટ પડતી નથી.
કોઇ ઘરમાં કોઇ ડોસા કે ડોસી ઘણા સમયથી બીમાર હોય તો ઘરના સૌ ઇચ્છે કે હવે આ ડોસા કે ડોશી જાય તો એ પણ છૂટે અને આપણે પણ છૂટીએ પણ? જો ડોસા કે ડોસી મૃત્યુ પામે તો શ્રધ્ધાંજલિ કહે અમને એમની ખૂબ હૂંફ હતી. આવો દંભી સમાજ છે. આપણા જવાથી આપણે જે તે માટે ત્રાસરૂપ હોઇએ. એમને એક પ્રકારની રાહત થાય છે. ટૂંકમાં કોઇના પણ જવાથી કદી એની ખોટ પડતી નથી.
ઉપેન્દ્ર -કે. વૈષ્ણવ, સુરત. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.