Charchapatra

સમાજનો એક વર્ગ માત્ર અફવાઓ ફેલાવવાનું કામ કરે છે

સમાજનો એક વર્ગ એવો છે કે જેની પાસે લોકોને ભડકાવવા સિવાય બીજું કોઈ કામ નથી. કોઈ પ્રતિષ્ઠિત વ્યકિતના મોતના ખોટા સમાચાર ફેલાવવા,કોઈ ચોક્કસ પુરાવા વગરની માહિતી આપવી,લોકો હંમેશાં ડર અને ભયમાં રહે તેવી વાતો ફેલાવવી એ તો આવાં લોકો માટે સામાન્ય થઈ ગયું છે.કોરોના વખતે જ્યારે રસી મૂકવામાં આવતી હતી ત્યારે એક આખો વર્ગ રસીની વિરુદ્ધમાં પ્રચાર કરતો હતો.એક વર્ગ એવો છે કે કોઈ પણ સરકાર હોય,સરકારના કામમાં તેમને વખાણવાલાયક કંઈ લાગતું જ નથી.આજે દુનિયાના ઘણા દેશો યુધ્ધનો સામનો કરી રહ્યા છે અને તેમની જે તકલીફો છે તે જોતાં આપણા દેશમાં ઘણું સારું છે.છતાં કેટલાંક લોકોને મજાક સૂઝે છે.

આપણા દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિ માટે સરકારને દોષ દેવાની જરૂર નથી.આપણા દેશના નેતાઓ વિચારશીલ છે એટલે યુધ્ધમાં ઝંપલાવતા નથી એ પ્રશંસનીય છે.આપણે સરકારને સહકાર આપવાની જરૂર છે. સરકારને માનસિક ટોર્ચર કરવાની જરૂર નથી.આજે સરકારનો કોઈ રીતે વિરોધ કરવાનો કે સરકારને બદનામ કરવાનો સમય નથી.ગેસના બાટલાની લાઇનો ને નોટબંધીની લાઇનો સાથે સરખામણી કરવાની જરૂર નથી.કેટલીક ખોટી અફવાઓથી નબળા હ્રદયના માણસો ડરી જતા હોય છે.ભવિષ્યમાં શું થવાનું છે તેના કરતાં વર્તમાનમાં કઈ રીતે પહોંચી વળીશું તેની વાત કરવાની હોય છે.
સુરત     – પ્રવીણ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top