National

સોમવારે દેશભરમાં તબીબોની હડતાળ, આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે

કોલકાતામાં એક ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં સોમવારે 12 ઓગસ્ટે ડોક્ટરો દેશભરમાં હડતાળ પર ઉતરશે. તમામ હોસ્પિટલોમાં વૈકલ્પિક આરોગ્ય સેવાઓ સ્થગિત રહેશે. આનાથી તમામ સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓને અસર થઈ શકે છે. જોકે ઈમરજન્સી સેવાઓને હડતાળમાંથી બાકાત રાખવામાં આવી છે.

ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન ઈન્ડિયા (FORDA) એ રવિવારે દેશના સ્વાસ્થ્ય મંત્રીને એક પત્ર જારી કરીને કહ્યું છે કે ઈતિહાસમાં પહેલીવાર રેસિડેન્ટ ડોક્ટર સાથે આવી જઘન્ય ઘટના બની છે. આને કોઈપણ રીતે સ્વીકારી શકાય નહીં. સંસ્થાના જણાવ્યા અનુસાર આ મામલો માત્ર કોલકાતાના ડોક્ટરો પૂરતો મર્યાદિત નથી. દેશભરના તબીબો તેમની સાથે ઉભા છે.

સંગઠને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પાસે પીડિતાના પરિવારને શક્ય તમામ મદદ કરવાની અને ગુનેગારને કડક સજા આપવાની માંગ કરી છે. ફોર્ડાએ એવી પણ અપીલ કરી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે હડતાલ દરમિયાન ડોક્ટરો સાથે કોઈ અસભ્યતા ન થાય.

Most Popular

To Top