કરાચી: ડૉક્ટર (Doctor) અને સ્વાસ્થ્યકર્મીઓને ભગવાનનું સ્થાન આપવામાં આવે છે પરંતુ ઘણી વાર એવા સમાચારો (News) સામે આવે છે જે આપણને સ્તબધ કરી દે છે. જો ડૉક્ટર બિનઅનુભવી હોય તો દર્દીની જીંદગી પણ જોખમમાં મુકાય શકે છે. એક મોટી તબીબી ભૂલમાં પાકિસ્તાનના (Pakistan) સિંધ પ્રાંતમાં એક ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ દરમિયાન માતાના (Mother) ગર્ભાશયમાં એક અજન્મ્યા બાળકનું (Child) માથુ (Head) કાપી નાંખવામાં આવ્યું હતું જેના પગલે 32 વર્ષીય હિન્દુ મહિલાનો જીવ જોખમમાં મુકાયો હતો. આ દુ:ખદ બનાવના પગલે સિંધ સરકારે તબીબી તપાસ બોર્ડની રચના કરી હતી જે આ બનાવની તપાસ કરશે અને દોષીની શોધ કરશે. આ ભૂલોના કારણે મહિલાના બાળકનો જીવ ગયો અને રૂવાડાં ઉભા થઇ જાય તેવી ઘટના ધટી.
- ભૂલોના કારણે મહિલાના બાળકનો જીવ ગયો અને રૂવાડાં ઉભા થઇ જાય તેવી ઘટના ધટી
- ડૉક્ટર બિનઅનુભવી હોય તો દર્દીની જીંદગી પણ જોખમમાં મુકાય શકે
‘ભીલ હિન્દુ મહિલા જે થારપારકર જિલ્લામાં અંતરિયાળ ગામમાં રહે છે તે પહેલાં ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં ગઈ હતી પણ ત્યાં કોઈ મહિલા તબીબ ન હતી, બિનઅનુભવી કર્મચારીઓ તેના માટે ભારે આઘાતનું કારણ બન્યા હતા’, એમ પ્રોફેસર રાહીલ સિકન્દરે કહ્યું હતું જેઓ જેમશોરોમાં લિયાકત યુનિવર્સિટી ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સના ગાયનેકોલોજી એકમના વડા છે. તેમણે કહ્યું કે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ માતાના ગર્ભાશયમાં નવજાત શિશુનું માથું કાપી નાખ્યું અને રવિવારે કરાયેલી અણઘડ સર્જરીમાં તેને તેની અંદર છોડી દીધું હતું.
જ્યારે મહિલાની સ્થિતિ ગંભીર થઈ હતી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પણ ત્યાં તેની સારવાર માટે કોઈ સુવિધા ન હતી ત્યારે તેનો પરિવાર તેને લિયાકત મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સની હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં નવજાતના શરીરનો બચેલો ભાગ માતાના ગર્ભાશયમાંથી કાઢી નાંખવામાં આવ્યો હતો અને તેનું જીવન બચાવવામાં આવ્યું હતું. આ ભયંકર ભૂલના પગલે સિંધ આરોગ્ય સેવાના ડિરેક્ટર જનરલ ડો. જુમન બાહોટોએ આ બાબતની અલગથી તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ પહેલી વાર નથી કે પાકિસ્તાનથી આવી કોઇ ઘટના સામે આવી હોય. આ પ્રકારની ઘણી બધી ઘટના અગાઉ પણ સામે આવી છે. આવી ઘટનાઓ સરકાર અને આરોગ્ય વિભાગની બેદરકારીને સામે લાવી દે છે.