વર્લ્ડ ફુડ પ્રોગામ મુજબ હાલ વિશ્વના 82 દેશોના 34.5 કરોડ લોકો ભીષણ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વિકસીત અને વિકાસશીલ દેશોમાં ભોજન-ખોરાકની બરબાદીના આંકડા ચિંતા ઉપજાવી રહ્યા છે. આપણા દેશમાં અજાને દેવતા માનવામાં આવે છે પણ જે રીતે દેશમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની આવક વધેલ છે જેના પરિણામે ભવ્ય લગ્નો, આર્થિક અને સામાજીક મેળાવડાઓમાં ખાધ્યની બગાડતા સૌથી મોટા નિમીત બની રહ્યા છે જે રોકવાની જરૂર છે. ચીનની નવી નીતિ અનુસાર રેસ્ટોરન્ટમાં ભોજન માટે જતા લોકો, સભ્યોની સંખ્યાથી વધારે ડિશનો ઓર્ડર નહી કરી શકે. પ્લેટમાં ભોજનનો બગાડ થવા પર દસ હજાર યુઆન (અંદાજે 1.12 લાખ રૂપિયા) નો દંડ ફટકારવામાં આવે છે.
આપણા દેશમાં 80 કરોડ ગરીબોને વધુ એક વર્ષ માટે ડીસેમ્બર-2023 સુધી મુદ્દત અનાજ આપવાની કેન્દ્ર સરકારની જાહેરાત આવકાર્ય છે જેના પર કેન્દ્ર સરકાર પર આશરે બે લાખ કરોડ રૂપિયાનો બોજો આવનાર છે. ગરીબોને આવું મફત અનાજ 28 મહિનાથી ચાલે છે. જેમાં આ વધુ એક વર્ષની મુદત વધારેલ છે જે દેશમાં ગરીબો માટે ઉપકારક બનેલ છે જેના માટે કેન્દ્ર સરકાર અભિનંદનને પાત્ર છે. કેન્દ્ર સરકારની ગરીબોની મફત અન્ન સહાય સામે હરિયાણાના સરકારી ગોડાઉનમાં 42 હજાર મેટ્રીક ટન ઘઉ સડી જવાના ચિંતાજનક સમાચાર બહાર આવેલ છે.
ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને હરિયાણા ખાદ્ય પુરવઠા વિભાગ આ ઘઉ સડી જવાની ઘટના બાબતે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. વર્તમાન મહિનામાં દેશના સરકારી ગોડાઉનોમાં ઘઉંનો સ્ટોક ઘટીને છ વર્ષની નીચી સપાટીએ આવેલ છે તેવા ચિંતાજનક સમાચાર આવેલ છે. આમ દેશમાં ખાદ્યની તંગી નિવારવા અન્નનો ખોટો બગાડ અટકાવવા ચીનની જેમ નિયમો લાગુ કરવાની જરૂર છે તેમજ ગોડાઉનોમાં થતાં અન્નનો બગાડ અટકાવવા માટે જવાબદાર કર્મચારીઓ પર પણ પગલા લેવાની જરૂર છે.
એક સમાચાર અન્વયે આપણા દેશમાં કેન્દ્ર સરકાર વિશ્વનું સૌથી મોટું અનાજનું ગોડાઉન બનાવ્યા જઈ રહ્યું છે તે અભિનંદનીય છે પરંતુ ગોડાઉનોમાં થતા અન્નો બગાડો પણ અટકાવ્યાની એટલી જ જરૂરી બને છે. આપણે સૌ નાગરિકો ‘અન્ન બચાવો’ નો નારો સ્વચ્છ ભારત અભિયાન’ જેમ અપનાવીને કાર્યરત થવાની જરૂર છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.