Business

શ્વેતાંબર અને દિગંબર શબ્દોના અર્થ જાણો છો?!

  • ગુરૂ ધોભી શિષ કાપડા, સાબૂન સિરજનકાર
  • સુરત શિલા પર ધોઈએ નિકસે જોતિ અપાર – કબીર

આ દોહરામાં કબીર સાહેબે જ્ઞાનની જ્યોતિની વાત કરી છે. જેનું દર્શન ગુરૂકૃપા વિના થતું નથી. શિષ્ય વસ્ત્ર જેવો છે. ગુરુ ધોભીના જેવા. વસ્ત્ર મેલું થાય ત્યારે ધોભી તેને ધુએ છે. ધોવાની ક્રિયામાં સાબુની જરૂર પડે છે અને શિલાની પણ જરૂર પડે છે. શિષ્યરૂપી વસ્ત્ર સંસારના રાગદેષથી મેલું થાય છે. પરમાત્મારૂપી સાબુ વિના એ મેલ કાપતો નથી, એકાગ્રતા કે ધ્યાન એ શિલા છે. ગુરૂરૂપી ધોભી, શિષ્યરૂપી વસ્ત્રનો મેલ સાફ કરી નાખે છે. ગુરૂ રૂપી ધોભી, શિષ્યરૂપી વસ્ત્રનો મેલ સાફ કરી નાખે છે. અને પછી એ વસ્ત્ર ઝળહળ જ્યોતિથી પ્રકાશે છે.

એક તાકીકે ગૂરૂને સવાલ પૂછતો હતો ‘આપણે શ્વેતાંબર પહેરીએ તો એ મેલું થવાની શક્યતા છે, પરંતુ દિગંબર રહીએ તો મેલનો પ્રશ્ન જ નથી, રહેતો કારણકે વસ્ત્ર છે તો મેલુ થશે. વસ્ત્ર નહિ હોય તો મેલ કોના આધારે ટકશે? તમે શ્વેતાંબર-દિગંબર શબ્દોને ખોટી રીતે સમજ્યા છો. તમારી નજરમાં કાં તો સ્થૂળ વસ્ત્રો છે અથવા તો એ સ્થૂળ વસ્ત્રોનો અભાવ છે’. ગુરૂએ જવાબ આપ્યો, ‘તો પછી શ્વેતાંબર અને દિગંબર શબ્દોનો અર્થ શું થાય છે’? શિષ્યે ફરી પ્રશ્ન કર્યો.

ગુરૂએ જણાવ્યું, ‘વત્સ! વાસનાઓનો અંતર એટલે વસ્ત્ર છે. જીવ જ્યારે વાસનાઓથી વીંટળાયલો હોય છે ત્યારે એ અજ્ઞાની પામર જીવ છે. એ વાસનાઓના વસ્ત્રો છોડી દે એટલે દિગંબર બિલુકલ અનાવૃત! તદ્દન નિર્વસ્ત્ર!

તો પછી શ્વેતાંબરનો શું અર્થ છે? શિષ્યે જાણવા માગ્યું. આથી ગુરુએ ઉત્તર આપ્યો, જુઓ, વાસનાઓના મેલને સાવ સાફ કરી નાખો કે વાસનાઓને સાવ છોડી દો. આ બંને એક જ બાબત છે. જ્ઞાનના ક્ષેત્રમાં શ્વેતાંબર અને દિગંબર બંને શબ્દો પમાય છે. એનો અર્થ થાય છે. ‘વાસનારહિત વિરુદ્ધ અને મુક્ત જીવન.’’ – ફિરોઝ ડી ગાર્ડ

Most Popular

To Top