સુરત: સુરત શહેર માટે મહત્વાકાંક્ષી એવા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી કુલ 54.31 હેક્ટર જમીન પર થઈ રહી છે. 12,000 કરોડથી વધુના ખર્ચે સાકાર થઈ રહેલા આ પ્રોજેક્ટની કામગીરી હાલ સ્થળ પર ચાલી રહી છે. સુરત મેટ્રો પ્રોજેક્ટમાં બે કોરીડોરની સાથે સાથે અન્ય ઘણાં પ્રોજેક્ટો સાકાર થઈ રહ્યા છે, જે મેટ્રોની કામગીરી સાથે સંકળાયેલા છે.
પ્રોજેક્ટના બંને કોરિડોર – સરથાણાથી ડ્રીમ સિટી અને સારોલીથી ભેંસાણ મળીને કુલ 54.31 હેક્ટર જમીન પર મેટ્રો રેલની મુખ્ય સુવિધાઓ સાકાર થશે. આ ઉપરાંત પ્રોપર્ટી ડેવલપમેન્ટ (PD) માટે વધારાની 5.77 હેક્ટર જમીન અન્ય વિકાસ કાર્યો માટે અનામત રાખવામાં આવી છે.
- મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ કુલ 54.31 હેક્ટર જમીન પર થઇ રહ્યું છે
- અન્ય સુવિધાઓ ઊભી કરવા માટે 5.77 હેક્ટર જમીન અનામત રખાઈ છે
- મોટાભાગે પહોળા રસ્તા પર જ મેટ્રોના ટ્રેક છે પરંતુ વળાંકવાળા ભાગ પર એલાઈન્ટમેન્ટ માટે જગ્યાની જરૂર પડી
સુરત મેટ્રો ખૂબ વિશાળ પ્રોજેક્ટ છે. જેથી આ પ્રોજેક્ટ ઘણી સરકારી જમીન અને ખાનગી જમીન પર પણ સાકારીત થઈ રહ્યો છે. જરૂરિયાત પડ્યે જીએમઆરસી દ્વારા તબક્કાવાર જમીનની માંગણી સુરત મનપા પાસે તેમજ ખાનગી જમીનનો કબજો લેવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
આમ તો, મેટ્રો પ્રોજેકટમાં એલાઇનમેન્ટ મોટાભાગે વિશાળ રોડ આરઓડબ્યુમાં આવેલો હોવાથી સીધી લાઈનમાં જમીન હસ્તાંતરણની જરૂર પડી નથી. જો કે વળાંકવાળા ભાગોમાં એલાઇનમેન્ટ મધ્યમાં રાખી શકાતું નથી, તેથી આવા સ્થળે જમીન મેળવવી ફરજિયાત બને છે. સ્ટે
શનોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ફૂટપાથવાળી જગ્યાએ રાખવાનો પ્રયત્ન કરાયો છે. પરંતુ ચીલર પ્લાન્ટ, વેન્ટિલેશન શાફ્ટ, અંડરગ્રાઉન્ડ વોટર ટાંકીઓ અને જનરેટર રૂમ જેવી સુવિધાઓ માટે વધારાની જમીનની જરૂર પડશે તેમ જાણવામાં આવ્યું છે.
સરકારી તથા ખાનગી જમીનનો ઉપયોગ નીચે મુજબ થશે
- સ્ટેશન, ડેપો, રનિંગ સેક્શન અને રેમ્પ માટે જરૂરી સરકારી જમીન – 52.65 હેક્ટર
•- ખાનગી રહેણાંક અને વ્યાવસાયિક જમીન – 1.66 હેક્ટર
•- કુલ જરૂરી જમીન – 54.31 હેક્ટર
પ્રોપર્ટી ડેવલપમેન્ટ માટે 5.77 હેક્ટર જમીન અનામત રખાઈ
•કોરિડોર – 1: 2.98 હેક્ટર
•કોરિડોર – 2: 1.72 હેક્ટર
•પીપીપી મોડ પર સ્ટેશન ડેવલપમેન્ટ માટે : 1.07 હેક્ટર
રેડીયો સબસ્ટેશન માટે અંદાજે 1.10 હેક્ટર જમીન વપરાશે
મેટ્રો પ્રોજેક્ટમાં ટ્રેક્શન અને રીસીવિંગ સબસ્ટેશન એન્ડ રેડીયો ટાવર્સ (RSS) કુલ 11,000 ચોરસ મીટર (અંદાજે 1.10 હેક્ટર) જેટલી જમીન પર સાકાર થશે. સરથાણા-ડ્રીમ સિટી કોરિડોરમાં નેચર પાર્ક પાસે 4000 ચો.મી., કાપોદ્રા સ્ટેશન પાસે 3000 ચો.મી.માં બે સબસ્ટેશન અને ભેંસાણ-સારોલી કોરિડોરમાં મગોબ સ્ટેશન નજીક 4000 ચો.મી.નો આરએસએસ નિર્ધારિત કરાયો છે.
કોરિડોર – 1 : સરથાણાથી ડ્રીમ સિટી (જમીન સ્કે.મીટરમાં)
વિગત સરકારી ખાનગી
•સ્ટેશન 15,283.70 6,215.10
•રનિંગ સેક્શન 3,492.82
•રેમ્પ 11,160.00
•ડેપો 2,40,900
•સ્ટાફ ક્વાર્ટર/ઓફિસ
કોમ્પ્લેક્સ/OCC 25,000
•આરએસએસ 7,000
•મિડ શાફ્ટ 2,500
•પાર્કિંગ 19,145.70
કુલ જમીન 3,24,482.22 6,215.10
કોરિડોર –2 : ભેસ્તાનથી સારોલી (જમીન સ્કે.મીમાં)
વિગત સરકારી ખાનગી
સ્ટેશન 8,245 10,351.90
રનિંગ સેક્શન 1,301.94
•ડેપો 1,69,500
આરએસએસ 4,000
પાર્કિંગ 18,948.70
કુલ જમીન 2,01,995.64 10,351.90