SURAT

શું તમે જાણો છો કે ભાજપ ગઇ ચૂંટણીમાં આપેલા કેટલા વચનો પૂરા કરી શકી નથી? અહીં છે યાદી

સુરત (Surat):  સુરત મહાપાલિકાના કોર્પોરેટરોની (Local Body Polls 2021) પસંદગી કરવા માટેના મતદાન આડે હવે માત્ર ચાર જ દિવસ છે ત્યારે આજે ભાજપ દ્વારા આગામી પાંચ વર્ષ માટેનો સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ સંકલ્પ પત્રમાં નવા પ્રોજેકટો મુકવાને બદલે ભાજપ (BJP) દ્વારા જૂના જ પ્રોજેક્ટ શરૂ કર્યાનો ઉલ્લેખ કરવાની સાથે તેને પુરા કરવાના વચનો આપવામાં આવ્યાં હતાં. ભાજપના સંકલ્પ પત્રમાં એકપણ વાત એવી નથી કે નવી હોય!

એવામાં અમારી પાસે આ પાર્ટીના એવા કામોની યાદી છે જે ભાજપના સંકલ્પ પત્રમાં હતા, પણ ભાજપ પૂરા કરી શક્યુ નહોતુ.

  • ડ્રેનેજની ફરિયાદોના નિરાકરણ હેતુ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એડવાન્સ ગ્રિવન્સીસ રિડ્રેસલ સીસ્ટમ ફોર સેવારગ સીસ્ટમ માટે એપ તૈયાર કરવાનું આયોજન
  • શહેર વિસ્તારની 30 વર્ષની વધુ જુની વિવિધ સોસાયટીઓ તેમજ સાર્વજનિક જાહેર રસ્તાની ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી
  • શહેરીજનોની સ્ટ્રીટલાઇટની ફરિયાદનો અસરકારક નિકાસ માટે આઇ-પ્રોમિસ સોફટવેર અમલમાં
  • કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનો ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્રોજેક્ટનું ઝડપી અમલીકરણ
  • આંતરરાષ્ટ્રીય કક્ષાનું તમામ સુવિધા યુક્ત આઉટડોર ક્રિકેટ સ્ટેડિયમનું આયોજન
  • લંબે હનુમાન રેલવે ગરનાળા પર ફલાય ઓવરબ્રિજ
  • રેલવેને સમાંતર ફુલપાડા અશ્વનિકુમાર સ્મશાનભૂમિથી ઉત્રાણ તાપી નદી પર પુલ
  • વી.આઇ.પી. રોડ પર અલથાણ ચાર રસ્તા જંકશન પર ફલાય ઓવરબ્રિજ
  • વાળીનાથ ચોક સિંગણપોર અને ધનમોરા ચાર રસ્તા કતારગામ પર ફલાય ઓવરબ્રિજ
  • સુરત મહાનગરપાલિકાનું મુખ્ય વહીવટી ભવન–રિંગરોડ ખાતે સાકારીત કરવામાં આવશે
  • પાલનપોરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ
  • સ્ટેશનથી ચોક સુધીના રાજમાર્ગ પર નિર્માણ કરવા માટે એલિવેટેડ બ્રિજનું નિર્માણ
  • સાહસિક પ્રવૃત્તિ સાથેના એડવેન્ચર પાર્કનું આયોજન
  • ફિલ્મ ટ્રેનિંગ સેન્ટર, શૂટિંગ ફલોર, સિમિગપુલ, જીમ, હોટલ બેન્ટવેક, કોન્ફરસ હોલ જેવી સુવિધા સાથેનું મિની ફિલ્મ સિટીનું આયોજન
  • ચોપાટીથી એકવેરિયમ પાલ તરફ રાધાકૃષ્ણ મંદિરથી પાલ એક્વેરિયમ તરફ રોપવે અને મોટર ક્રોસિંગ-હેંગિંગ
  • ટેબલ ટેનિસ બોલ એકેડમી બનાવવી
  • રેલવે તેમજ રોડની વચ્ચે આવતા તમામ ગરનાળાને પહોળા કરી અવરજવરની સુવિધા કરવી
  • ભવ્ય સરદાર મંદિર
  • રૂંઢથી સરથાણા સુધી ટુ લેન રીવર ડ્રાઇવ રોડ બનાવાશે (રિવર ફ્રન્ટ પ્રોજેકટ )

ગત સંકલ્પ પત્રમાં ભાજપે આપેલા કયા વચનો પૂરા થયાં:

  • પાણીનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે નવા વિયર કમ કોઝવેનું આયોજન કન્વેન્સીયલ બેરેજના પ્રોજેકટ મંજુર થયો
  • દરેક ઝોનને ઇ લાઇબ્રેરી
  • વસ્તી વધારો ધ્યાને લઇને પાણીના વૈકલ્પિક સ્ત્રોત માટે 4 નવા ફ્રેન્ચવેલ બનાવવાનું આયોજન
  • શહેરીજનોની ફરિયાદોનો ઝડપી નિકાલ માટે આધુનિક કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમનું આયોજન
  • 2020 સુધીમાં શહેરના કુલ 326.51 ચો.કિ.મી. વિસ્તાર, 100 ટકા વસ્તીને સુઆયોજિત સુઅરેજ સીસ્ટમથી આવરી લેવાનું આયોજન
  • સ્વચ્ચ ભારત મિશન અંતર્ગત વેસ્ટ ટુ એનજિ રીસર્ચ બનાવવાની કામગીરી
  • ટેનામેન્ટ રિડેવલપમેન્ટ પ્લાન ઝડપથી મંજુર કરીને કાર્યરત કરાવીશું
  • તાપી નદી પર ભાઠા અને હવેલી વચ્ચે પુલ
  • તાપી નદી પર વેડ વરિયાવ વચ્ચે પુલ
  • રીંગરોડ સહારા દરવાજા ફલાય ઓવર બ્રીજથી કરણીમાતા ચોક સુધીનો રેલવે ઓવર બ્રીજ
  • સ્મીમેર ૧૫૦ બેઠકોમાં 100 બેઠકોનો વધારો કરી કુલ ઇન્ટેક્સ 250 બેઠકો કરવાનું આયોજન
  • પી.જી ની ૭૦ બેઠકો માટે આગામી વર્ષોમાં વધુ 30 બેઠકોનું વધારવા નું આયોજન
  • સુપર સ્પેશિયાલિટી કોષિસ હાથ ધરવાનું આયોજન
  • ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મેટ્રો રેલનું કામ શરૂ થયું
  • ઉમરા ખાતે તાપી નદી પર રબર બેરેજ કોઝવેનું આયોજન કરાશે
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top