આજે સૌથી મોટો કોઈ યક્ષ પ્રશ્ન કોઇપણ માઁ-બાપ ને સતાવતો હોય તો તે છે પુત્રના લગ્ન અને તે પણ ખાસ કરીને મધ્યમ વર્ગના ઘરો માં… એક સમય એવો હતો કે આંતરજ્ઞાતિય લગ્ન મા-બાપ માટે અસહ્ય હતા, પરંતુ આજે મા-બાપ વિચારે છે કે છોકરા-છોકરી પ્રેમ લગ્ન કરી લે તો મુરતિયો કે વહુવધૂ શોધવાની જંજટ જાય..! પરંતુ હવે તો છોકરાના પ્રમાણમાં છોકરીઓ ની સંખ્યા એટલી ઓછી થઈ ગઈ છે, તેમજ છોકરી પક્ષના લોકોની અપેક્ષાઓ (માંગ એટલી વધુ થઈ છે કે કોઈપણ મધ્યમ વર્ગીય વડીલો માટે એ શરતો સ્વીકારવી અસહ્ય છે…!
છોકરી પક્ષનો સૌથી પહેલો પ્રશ્ન, છોકરો કેટલું કમાઈ છે? મોટર કાર છે? પોતાનું અંગત મકાન કે “એપાર્ટમેન્ટ” છે? છોકરો એક નો એ છે કે ભાઈ બહેન પણ છે?છોકરો આઈ ફોન અપાવી શકશે?દર રવિવારે ફરવા લઈ જશે?ઘરમાં કામવાળી બાઈ છે?લગ્ન પછી છોકરાના મા-બાપ અલગ રહેશે કે છોકરા સાથે? આવી અનેક શરતો સાથે છોકરી પક્ષની હોય છે..!પછી ભલે લગ્ન પછી ખબર પડે બત્રીસ લક્ષણ વાળો બાપકમાઇ પર લગ્ન કરનાર એ ગધેડા ને તો “એ ટુ ઝેડ” બધા શોખ છે..! કોઈપણ જાતમેહેનતે પોતાના પગ પર ઉભો થનાર છોકરાને લાઈફ સેટ કરતા ત્રીસ થી બત્રીસ વર્ષ તો થઈ જ જાય બાકી બાપ ને પૈસે તો ગધેડા ના પણ લગ્ન થઈ જાય…!
સુરત – કિરણ સૂર્યાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રોજ માલપુઆ અને ઐયાશી ભોગવવી હોય તો સાધુ બાવા બની જાઓ
વગર રોકાણે ફકત એક લંગોટી તે પણ ઉધાર મળશે. પેલા એવી પંગચંપી કરશે, અનુયાયીઓ ખભે બેસાડશે, અહીં કોઇ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. બસ, ધૂણી ધખાવો, એકાદ અવૈજ્ઞાનિક ચમત્કાર બતાવો. કાગનું બેસવુ અને તાડનું પડવું. ઐયાસી અને યૌન શૌષણ માટે કોઇ ફરિયાદ નથી. આપણી બહેનો, માતા અને દિકરીઓ સ્વેચ્છાએ સ્મૃતિભંગ સાથે મોહવરા, માયાજાળમાં ફસાઈ જઇ પોતાની અસ્મિતા ગુમાવે છે.
અડાજણ – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.