શિક્ષણ વિભાગને લાંછન લગાડતા તેમજ શિક્ષકની વ્યાખ્યાને શરમાવતા અનેક સમાચારો હાલ રોજિંદી હેડલાઇન બને છે. માત્ર સુરતમાં છેલ્લા ૩ મહિનાની ગતિવિધિ અને અખબારો જોઈએ તો દુષ્કર્મોના અપરાધોમાં ‘એક શિક્ષક – શિક્ષિકા’ શબ્દ વધુ ચર્ચામાં રહ્યો છે. કેટલાક કિસ્સાઓને બાદ કરતા મોટા ભાગની ઘટનામાં ચર્ચામાં રહેલ વ્યક્તિ (શિક્ષક/શિક્ષિકા) જેમની ઉંમર અંદાજિત ૧૯ થી ૨૨ વર્ષની હતી. કે જેઓ માત્ર ચોક અને ટોકથી વર્ગમાં કામ કરતા હતા.
જ્યારે શિક્ષક તરીકેના વ્યક્તિત્વ અને લાયકાતની પરિભાષા આ તો હોય જ ન શકે! શું માટે ચોક અને ટોકથી વર્ગમાં કામ કરવાને શિક્ષક કહેશો? શિક્ષક તરીકેની લાયકાત (બી.એડ., ડી.એલ.એડ.) મેળવતા જ ૨૨ થી ૨૫ વર્ષની ઉંમર સુધી અભ્યાસ., પાત્રતા અને વ્યક્તિત્વ કેળવતા વર્ષો પણ ઓછા પડે. તો પછી આવા કિસ્સામાં શિક્ષક-શિક્ષિકા શબ્દોનો ઉલ્લેખ ન થાય એ જ ખરા અર્થમાં શિક્ષકત્વનું સન્માન છે. માત્ર ચોક અને ટોકથી વર્ગમાં કામ કરતા આવા વ્યક્તિઓનાં હાથમાં બાળકનું ભવિષ્ય સોંપવું કે નહીં? એ જાગૃત વાલીનો પ્રશ્ન છે. બાળકને ભણાવતા શિક્ષકોની લાયકાત અને વ્યક્તિત્વ જાણવું એ વાલીનોઅધિકાર છે.
વેસ્મા, નવસારી – શાહીદ કુરેશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સરહદોનું લાઈવ ટેલિકાસ્ટ કરવું અયોગ્ય
15 ઓગસ્ટે ટીવી જોઈ રહ્યો હતો, ભારત નિયંત્રણ રેખાથી રિપોર્ટર લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો, ખૂબ જ સંવેદનશીલ સ્થળ અને દુનિયા જોઈ રહી છે કે ભારત આતંકવાદીઓ સાથે કેવી રીતે હુમલો કરશે! લોકશાહીમાં કેટલાક પ્રતિબંધો જરૂરી નથી? જ્યારે પણ દેશ સલામતીની વાત હોય ત્યારે પ્રતિબંધો કેમ જરૂરી નથી? મારા મતે સૈનિક પ્રવૃત્તિઓ ક્યારેય દેખાવો ટેલિવિઝન માઘ્યમથી ન થવો જોઈએ, સૈનિકોનાં વિભાગના વડા દ્વારા ફક્ત પત્રકાર પરિષદમાંથી કોઈ સમાચાર અથવા અહેવાલ મળવા જોઈએ. આપણા દેશની સરહદ પડોશીને લાઇવ ટેલિકાસ્ટ દ્વારા કેમ દેખાય? કોઈ તેના વિશે વિચારે છે? બીજી ઘણી ધટનામાંથી સમાચારનાં મસાલા મળી જશે આપણે આ કેમ નથી છોડી રહ્યા? મારા મતે આમ આપણા દેશ માટે હાનિકારક છે.
સુરત – જિજ્ઞેશ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.