‘ધર્મ સંસદ’ના નેજા હેઠળ યોજાયેલા સમારંભમાં આખરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સાચી રીતે હિંદુત્વના મુદ્દા પર જોરદાર અસંમતિ દર્શાવી છે. એ આવકાર્ય ઘટના છે કે મોહન ભાગવતે હિંદુત્વ વતી વાત કરતાં પણ અન્ય કોમો માટે ખરાબ લાગણી પેદા કરતાં કેટલાંક જૂથો સામે વાત
કરી છે. સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકતા ઉશ્કેરણીજનક વર્તાવને કોઇ ટેકો નહીં આપી શકે. મોહન ભાગવતે કહ્યું કે ‘ધર્મ સંસદ’માંથી આવતા શબ્દો હિંદુવાદ હિંદુત્વની વ્યાખ્યાને અનુરૂપ નથી. ક્રોધમાં કોઇ પણ સમયે કંઇ પણ કહેવાનું હોય તો તે હિંદુત્વના ભાગવતનો સંદેશો ભારતીય જનતા પક્ષ માટે સ્પષ્ટ થઇ જવો જોઇએ અને તેને પણ આવા વલણ સામે બહાર પડવું જોઇએ. કારણ કે ભારતીય જનતા પક્ષ તરફથી મૌન રાખવામાં આવે એનાથી એવી છાપ પડે કે ઉત્તર પ્રદેશની અને અન્ય રાજયોની ચાવીરૂપ ચૂંટણીઓને કારણે તે આવા વર્તાવને હતોત્સાહ નથી કરતો. હકીકતમાં વિરોધ પક્ષોએ તેને મોટો મુદ્દો બનાવ્યો છે. મોહન ભાગવતે શું કહ્યું તે આપણે જોઇએ. મુંબઇમાં એક પ્રસંગે બોલતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખે કહ્યું કે સંઘ અને હિંદુત્વમાં માનતા લોકો આવી બાબતમાં નથી માનતા.
ભારત હિંદુ રાષ્ટ્ર બનવાની દિશામાં જઇ રહ્યું છે? એવા પ્રશ્નના જવાબમાં સંઘના વડાએ કહ્યું હતું કે વાત હિંદુ રાષ્ટ્ર સ્થાપવાની નથી. કોઇ માને કે નહીં માને આપણા બંધારણની પ્રકૃતિ હિન્દુકેન્દ્રી છે. તે આપણા રાષ્ટ્રની એકતા સમાન છે. રાષ્ટ્રીય એકતા માટે જરૂરી નથી. વૈવિધ્યનો મતલબ અલગતા નથી. અત્રે એ યાદ કરવું ઠીક થઇ પડશે કે કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ શાસનમાં ‘હિંદુ ત્રાસવાદ’નો ઉપાડો લેવાયો હતો ત્યારે ભાગવતે હિંદુવાદ હોય કે ઇસ્લામ, કોઇ પણ ધર્મના નામે ત્રાસવાદને વખોડી નાંખ્યો હતો.
આ એ સમય હતો કે જયારે હૈદ્રાબાદની મક્કા મસ્જિદ અને માલેગાંવમાં ધડાકા થયા હતા અને ત્યારની સરકાર દાવા કરતી હતી તેમ કેટલાક હિંદુઓ આવાં ત્રાસવાદી કૃત્યોમાં સંડોવાયાં હોવાની શંકા અને ચિંતા ઉપસ્થિત કરવામાં આવ્યા છે. હકીકતમાં ગયા વર્ષના ડિસેમ્બરમાં હરિદ્વારની કહેવાતી ધર્મ સંસદમાં મુસલમાનો વિશે એક વાંધાજનક વિધાન કરવામાં આવ્યું હતું. રાયપુરની ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી વિશે અપમાનજનક ટીકાઓ કરવામાં આવી હતી. આનાથી આપણને પ્રશ્ન થાય છે કે ધિક્કાર પ્રવચન એટલે શું? ધિક્કાર પ્રવચનની કોઇ ચોક્કસ કાનૂની વ્યાખ્યા નથી પણ જૂથો અને સમુદાયો વચ્ચે વિસંવાદિતા અને હિંસની ઉશ્કેરણી કરે તેવાં પ્રવચનો, ભાષણો અને કાર્યો સાથે કાયદામાં જોગવાઇ છે.
ભારતના કાયદા પંચે તેના 267 મા હેવાલમાં જણાવ્યું છે. ધિક્કાર પ્રવચન સામાન્ય રીતે જાતિ, વંશ, લિંગ, ધાર્મિક માન્યતા વગેરેમાં વ્યાખ્યા પામેલા વ્યકિતઓનાં જૂથ સામે ધિક્કારની ઉશ્કેરણી કરતું પ્રવચન એટલે ધિક્કાર પ્રવચન.આમ ધિક્કાર પ્રવચન એટલે કોઇ પણ વ્યકિતમાં ભય કે ચેતવણી કે હિંસાની ઉશ્કેરણી કરવાના ઇરાદે દેખાય કે સંભળાય તેવો લેખિત, બોલેલો કે સાંકેતિક શબ્દ. સામાન્ય રીતે ધિક્કાર પ્રવચન અભિવ્યકિત સ્વાતંત્ર્ય પર મર્યાદા ગવાહ છે અને કોઇ પણ સમાજના કોઇ પણ વર્ગને ધિક્કાર, હિંસા અથવા અપમાનને પાત્ર બનાવતાં અટકાવે છે.
ઇન્ડિયન પીનલ કોડની કલમ 153 એ અને 505 ધિક્કાર પ્રવચન બદલ સજા કરાવે છે. હકીકતમાં કાયદા પંચે ઉશ્કેરણીજનક કૃત્યો અને વકતવ્યોને ગુનો ગણતી હાલની કલમોને બદલે ઇન્ડિયન પીનલ કોડમાં અલગ ગુના ઉમેરવાની દરખાસ્ત કરી છે. આપણી પાસે કહેવાતાં ધર્મ સંમેલનો મળે છે, જેમાં કેટલીક વાર સત્તાવાર રક્ષણ હેઠળ બેફામ અને ધિક્કારપૂર્ણ વિચારો પ્રગટ થાય છે. આથી સરકારમાં કે સત્તામાં બિરાજનારે સ્પષ્ટ અભિગમ લેવો રહ્યો. અલબત્ત, ઉત્તરાખંડના પોલીસ તંત્રે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સામે પગલાં ભરવાની જોગવાઇ કરતી કલમ 153 એ થી સંતોષ નહીં માનતાં તમામ લાગુ પડે તે કાયદાની જોગવાઇ લાગુ કરવી જોઇએ.
‘ધર્મ સંસદ’નાં પ્રવચનો બહુમતીનો લાગણીનો ઉભરો ગણાવવાનું સહેલું છે પણ તેનો ફેલાવો થવા આડે માત્ર સમયની જ મર્યાદા છે. હિંદુઓ સામે મુસલમાનોને ઉશ્કેરતા ધાર્મિક અને રાજકીય નેતાઓ સામે પણ પગલાં લેવાં જોઇએ. આ સંજોગોમાં ધંધુકાના કિશન ભરવાડની હત્યાની પણ ઊંડી તપાસ થવી જોઇએ. કિશનની હત્યાના પગલે છ મુસ્લિમ ધાર્મિક નેતાઓની ધરપકડ થઇ છે. મોટા કાવતરાની શંકા સેવાય છે. અત્રે એ યાદ કરવું ઠીક થઇ પડશે કે કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ શાસનમાં હિંદુ ત્રાસવાદનો ઉપાડો લેવાયો હતો ત્યારે ભાગવતે હિંદુવાદ હોય કે ઇસ્લામ, કોઇ પણ ધર્મના નામે ત્રાસવાદને વખોડી નાંખ્યો હતો. આ એ સમય હતો કે જયારે હૈદ્રાબાદની મક્કા મસ્જિદ અને માલેગાંવમાં ધડાકા થયા હતા અને ત્યારની સરકાર દાવા કરતી હતી તેમ કેટલાંક હિંદુઓ આવાં ત્રાસવાદી કૃત્યોમાં સંડોવાયાં હોવાની શંકા અને ચિંતા ઉપસ્થિત કરવામાં આવ્યાં છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.