આજકાલ લોકો ખરીદી કરતી વેળા ભાવ-તાલ બાબતે રકઝક કરતા હોય છે. પરંતુ ખાણી-પીણીમાં બેફામ પૈસા ઉડાવે છે. ત્યાં મોંઘવારી નથી નડતી. હાલમાં સાંઈબાબાનાં શિરડી ધામના દર્શને જવાનું થયું. સાંજના સમયે દર્શન કરી બહાર આવ્યા અને બજારમાં શોપીંગ કરતા હતા. અનેક દુકાનો હતી. એક દુકાનમાં એકલા સાઇબાબાનાં ફોટા-પોસ્ટરો હતાં. મે જોયું તો એક પોસ્ટર સાંઈબાબાનું નયન રમ્ય હતુ જોતા જ બાબા પ્રત્યે શ્રદ્ધા-ભાવ જન્મે દાઢીવાળા થાયા આ પોસ્ટરો વેચતા હતા. એક યુવાને તે પોસ્ટરની કિંમત પૂછી તો ચાચા કહે ૬૦૦ રૂપિયાનું છે.
યુવાને ૪૦૦ રૂપિયામાં પોસ્ટર લેવા કહ્યું પરંતુ ચાચાએ ના પાડી અને કહ્યું ભાઈ હું પણ બાબાનો પરમ ભક્ત છું, પોસ્ટરો રાહત ભાવે વેચું છું. કોઈ વેપારી વૃત્તિ નથી રાખતો. યુવાન મનગમતું પોસ્ટર લીધા વિના ચાલ્યો ગયો. મૂળવાત બધે ભાવ-તાલ કરો પરંતુ ભગવાનના ભાવ-તાલ ન કરો. લોકો દવા અને દારૂની દુકાન પર જે કીંમત હોય તે ચુકવી દેતા હોય છે.તો પછી ભગવાનના ફોટા ખરીદવામાં કેમ ભાવ-તાલ કરો છો ? ભગવાન એક જ છે. તેના સ્વરૂપ અનેક છે. “મંદિર, મસ્જીદ, ગીરજાઘર મેં બાટ દીયા ભગવાન કો,મત બાટો ઇન્સાન કો…. ભગવાન અમુલ્ય છે.તેના ભાવ-તાલ ન કરો.
તરસાડા, માંડવી – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.