Charchapatra

કુદરત સાથે બાથ ન ભીડાય

આ પ્રહરી હિમાલયને શું થઇ ગયું છે? એની ભૂમિ ખસવા માંડી છે. એની ઉપર આવેલી નદીઓનાં વહેણ પણ ગાંડા બની ગયા છે. પ્રહરી હિમાલય, તારી, પુત્રીઓને રોકો ઉત્તરાંચલ, ઉત્તરાખંડ, જમ્મુ, કાશ્મીર, પંજાબની નદીઓ ગાંડીતુર થઇ વહી રહી છે.એક તો આ જળપ્રવાહનું વહેવું ને વળી વાદળો ફાટવાની ઘટના, ખરેખર બહુ જ અસ્તવ્યસ્ત થઇ રહ્યું છે. ત્રિકુટ પર્વતને પણ સ્ખલન કરવાનું મન થયું અને વૈશ્નોદેવી માતાના 34-34 ભકતો ભોગ બની ગયા. જયાં ત્યાં આવું જ થઇ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં મચ્છીલ માતાના મેળામાં પણ ગાંડીતૂર નદીઓનાં વહેણ અને ભૂસ્ખલન, તેમાં કેટકેટલા ભકતોનાં મોત થયાં.

ફારૂક અબદુલ્લા કહે છે કે 1000 જેટલાં માણસો દટાઈ ગયાં છે. કાદવ-કીચડ માટીમાં કે ભગવાન કેમ આમ થઇ રહ્યું છે? 2013ની ઘટના ભૂલાઈ નથી. આ બધા પાછળનું કારણ તો આપણે જ છીએ. વૃક્ષોનું કપાવું આપણી જ સુવિધા માટે રસ્તા-પુલો બંધ, વગેરેનું વધારે ને વધારે બાંધકામ. નદીઓના મૂળ રસ્તા એના મૂળ રસ્તામાં અવરોધ રૂપ આખાં ગામોને ધરાશાયી કરી વહેવા માંડે ત્યારે માતાઓનું રૌદ્ર રૂપ દેખાય છે. કુદરત તો કુદરત જ છે. આપણે એ સમજવું જરૂરી છે. કુદરત પર હાવી ન થવું જોઈએ. આપણે પ્રગતિની સાથે કુદરત સાથે તાલમેળ સાધવો જરૂરી છે.
સુરત     – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top