Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417
SURAT

”કપાયેલો પતંગ પકડશો નહીં”, ઉત્તરાયણ પહેલાં સુરત પોલીસના જાહેરનામાને ખાસ વાંચી લેજો…

સુરત: ઉત્તરાયણના તહેવારમાં શહેરીજનોની સલામતીના હેતુસર સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા કેટલાંક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ પ્રતિબંધો અનુસાર કપાયેલી દોરી કે પતંગ પકડી શકાશે નહીં. આ જાહેરનામાનો તા. 5 થી 16 જાન્યુઆરી 2026 સુધી અમલ કરાશે અને તેનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

  • આ કામો પર પ્રતિબંધ
  • જાહેર માર્ગ રસ્તા/ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ
  • પતંગ ચગાવવા વપરાતી નાયલોન, સેન્થટીક મટીરીયલ, સેન્થેટીક પદાર્થથી કોટેડ કરેલી કે નોન-બાયોગ્રેડીબલ ચાઇનીઝ દોરી મેળવવા/સંગ્રહ/વેચાણ પર પ્રતિબંધ
  • કપાયેલ પતંગ/દોરી પકડવાની મનાઈ
  • લોખંડનો પાઉડર કે કાચનો ભુકો/પાઉડર સહિતના નુકશાનકારક પદાર્થ ચઢાવી બનાવેલા દોરા મેળવવા પર
  • સેન્થેટીક મટીરીયલ કોટીંગ થ્રેડ ખરીદવા/સંગ્રહ/વેચાણ/ઉપયોગ/ઉત્પાદન કરવા કે તેનાથી પતંગ ચગાવવા/ઉડાવવા પર
  • ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી/ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ/ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન(તુક્કલ) વેચવા/આયાત પર
  • સવારના 6થી8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાવવા પર
  • ચાઇનીઝ તુક્કલ ઉડાવવા/ ખરીદવા,/આયાત/વેચાણ/કબજા કે સંગ્રહ કરવા પર
  • લોકોને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર
  • લોકોની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Most Popular

To Top