દીકરી પારકી થાપણ કહેવાય એ ઉક્તિ સમાજમાં પરંપરાગત રીતે માનવામાં આવે છે. જે દીકરીને લાડ લ઼ાડવી ભણાવી ગણાવી ને નાને થી મોટી થતાં દીઠી હોય એને સાસરિયે મોકલતા માવતરના નયનો અશ્રુભીના થાય જ એમાં બેમત નથી . પણ એના સંસારમાં પિયગપક્ષ (ખાસ કરીને માતા) વધુ પડતાં ચંચુપાત ન કરે એમાં જ દીકરીની ભલાઈ છે. દીકરીને સંસ્કારી જ બનાવો. સાસુ-સસરાને માતા પિતા તુલ્ય ગણે એવું જ સંસ્કાર સિંચન કરો. અને સાસુ જોએ દીકરીને (પૂત્રવધૂ) ને એમના ઘરના રિતરિવાજથી વોર્કર કરતી હોય થોડ઼ું કડકાઈ ભર્યુ વલણ અપનાવતી હોય તો એમાં દીકરીની માતાએ ઉગ્ર થઈ દિકરીની કામ ભંભેરણી કરવાની લેશમાત્ર જરૂર નથી.
સાસુ સદા પૂત્રવધુની દુશ્મન હોતા નથી. એના દિકરાનો સ્નેહ હવે બે પન્ને વિભાજીત થઈ જાય એટલે કદાચિત મનમાં ઓછું આવી શકે. પણ એ સમયે વિચારશીલ થવાની આવશ્યકતા છે.દિકરો પણ એ સમયે વિચારશીલ થવાની આવશ્યકતા છે.દિકરો પણ જીવનસંગિની લાવ્યો હોય છે એની પત્નિ પ્રત્યે પણ ફરજ છે જ. જેટલાં દિકરીના સંસારમાં ચંચુપાત ન કરશો. એટલી જલ્દી દિકરી ત્યાં સારી રીતે ‘સેટ’ થઈ જશે. સમસ્યા તો કદાચિત પ્રત્યેક પરિવારમાં હોય પણ એનું સમાધાન જરૂરી છે હા, દિકરીને અયોગ્ય રીતે હેરાન કરતાં હોય તો માતાપિતાએ એની પડખે ઊભા રહેવાની ફરજ બજાવવી આવશ્યક પણ દિકરી બધી રીતે સુખી હોય તો કંઈક જતુ કરવાની સલાહ આપવી અનિવાર્ય જીવનમાં બધુ બધાને નથી જ મળતું સમાધાન અને સ્વીકાર લગ્નજીવનની બુનિયાદ છે.
નવયુગ કોલેજ, રાંદેર રોડ, સુરત- નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.