Charchapatra

મોદી-શાહ ભાજપને ખાનગી પેઢી સમજે છે?

કેન્દ્રનું બજેટ રજૂ થયું જેમાં બિહાર અને આંધ્રપ્રદેશને મસમોટી કરોડોની રકમ ફાળવીને ટેકો આપનારા જેડીયુના બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને રાજયના વિકાસ માટે રૂા. 60000 કરોડ અને ટીડીપીના આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને 15000 કરોડની ફાળવણી કરી છે. આવી જંગી રકમના કારણે આખરે સરકાર નહીં પરંતુ પ્રજાના માથે બોજ વધશે. મોદીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા માટે સહયોગી પક્ષોને ટેકાના ભાવ આપી જલસા કરાવ્યા છે. ભાજપના હવે મૂળભૂત સિધ્ધાંત મૂલ્યો નથી રહ્યાં.

જે રાજયોમાં ભાજપની સરકાર નથી ત્યાં સરકાર તોડવા માટે ધારાસભ્યોનું હોર્સ ટ્રેડીંગ માટે કરોડો ખર્ચાય છે. શું મોદી અને અમિત શાહ ભાજપને ખાનગી પેઢી સમજે છે? ભાજપમાં પણ હવે ભય વિનાનો ભ્રષ્ટાચાર ચાલે છે. અનેક કૌભાંડ ખૂલે છે પરંતુ ભાજપ કરે તે લીલા અને વિપક્ષ કરે તે ભવાઇ એવું લાગે છે. વિપક્ષી રાજયમાં મંત્રી કે નેતાનું કૌભાંડ પકડવા માટે ઇડી-આઇડીને કામે લગાડાય છે. પરંતુ કૌભાંડી જો ભાજપમાં જોડાય જાય તો તેને કિલન ચીટ મળી જતી હોય છે. આમ તો ભાજપ માટે અદાણી અંબાણી જાણે પાવર હાઉસ જેવા છે. મોદી અને શાહ ગુપ્તચર સંસ્થાઓનો પણ દુરુપયોગ કરી રહ્યા છે. જાણે ભાજપ સરકાર ખાનગી પેઢી હોય તેવો વહીવટ ચાલી રહ્યો છે. જાણે દલા તરવાડીની વાડી હોય મોદી અજંપાગ્રસ્ત મણિપુર કેમ જતા નથી?
તરસાડા           – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top