વ્યારા: કુકરમુંડાના (kukarmunda) ગોકુળ ફળિયાના યુવક જગન તાપસિંગ પાડવીને લગ્નપ્રસંગમાં “કેમ બહુ નાચતો હતો અને એટિટ્યૂટ બતાવતો હતો’’ કહી ફળિયાના જ ચાર શખ્સોએ ઢીકમુક્કીનો મારા મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી. જે પૈકીના એક શખ્સે પોતાના હાથમાં રહેલી ધાતુના પંચ (punch) વડે જગન પાડવીને છાતીના ભાગે મારી દીધી હતી, જેમાં તેની હાલત બગડતાં નિઝર પ્રાથમિક સારવાર આપી તેને નંદુરબાર હોસ્પિટલ (Hospital) ખસેડાયો હતો. કુકરમુંડાના આ યુવક પર પંચથી થયેલા હુમલા પ્રકરણમાં આ ચારેય હુમલાખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
- લગ્નપ્રસંગમાં નાચવા બાબતે બબાલ થઈ હતી
- ચાર યુવકે પંચ વડે મારામારી કરી
- યુવકને છાતીના ભાગે વાગી જતા હાલત ગંભીર
કુકરમુંડાના ગોકુળ ફળિયાના જગનભાઈ ફળિયાના અન્ય લોકો સાથે નજીકના પાટી ગામે લગ્ન જોવા જતા હતા, ત્યારે ગામના જ મનોજ પાડવીના ઘર નજીક નિતેષ દેવીસિંગ પાડવી, ગાવડિયા ઉર્ફે યોગેશ દામુ પાડવી, અરવિંદ પ્રકાશ પાડવી, રાજેશ બિંડા પાડવી (તમામ રહે., કુકરમુંડા, ગોકુળ ફળિયા)એ ઝપાઝપી કરી ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાથમાં પહેરેલો ધાતુનો પંચ છાતીમાં મારી દીધો હતો. જગનને છાતીમાં ગંભીર ઇજા હોવાથી હાલ I.C.U.માં દાખલ કરવામાં આવ્યો છે.
ડોલવણમાં પ્રેમિકાના કાકા ઉપર હુમલો
વ્યારા: ડોલવણ ગામે ભંડારવાડ ફળિયાના નારસિંગ છોટુ ચૌધરીના ઘર પાસે તા.૧૬/૦૬/૨૦૨૨ના રોજ સાંજે ૭ વાગ્યાના અરસામાં રાજેશ હરિસીંગ ચૌધરી (ઉં.વ.૪૯) (રહે.,ડુંગરી, પાના ફળિયું, તા.મહુવા, જિ.સુરત) ઉનાઇ ખંભાળિયા ખાતે ગેરેજનું કામ પતાવી ડોલવણ ગામે ભંડારવાડ ફળિયામાં રહેતા સંબંધી ભાઇ નારસીંગ છોટુ ચૌધરીને મળવા ગયા હતા. સાંજના સાતેક વાગ્યાના સમયે સતીષ પ્રતાપ ચૌધરી (રહે.,ડુંગરી, પાના ફળિયું, તા.મહુવા, જિ.સુરત)નાં બે વર્ષથી રાજેશ ચૌધરીના મોટા ભાઇની દીકરી સાથે પ્રેમસંબંધ હોય તેઓ આ પ્રેમસંબંધમાં વચ્ચે પડ્યો હતો. જેમાં બંને છૂટા પડી જતાં તેની અદાવત રાખી રાજેશ ચૌધરીને ગાળો આપતા જણાવેલ કે તમો એ જ તમારા મોટા ભાઇની દીકરી સાથેના મને પ્રેમમાંથી છૂટા પાડ્યા છે કહી રાજેશને છાતીમાં ઢીક્કમુક્કીનો માર તેમજ ગાલ ઉપર થાપડ અને લાત મારી જતા જતા આજે તો બચી ગયો, બીજીવાર મળશે તો માર માર્યા વગર છોડીશ નહીં, તેવી ધમકી આપતાં આ મામલે રાજેશે સતીષ ચૌધરી વિરુદ્ધ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.