Vadodara

સ્વાતંત્ર પર્વે મશાલ રેલીમાં ડીજે પણ વાગ્યા, ફટાકડા ફૂટ્યા,તેમને પરવાનગી મળી તો ગણપતિને કેમ નહીં?

વડોદરા : આગામી ગણેશોત્સવમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની પરવાનગીની માંગણી સાથે જનતા રાજ સંસ્થાના ઉપક્રમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. કોરોના મહામારીના ઘટતા જતા વ્યાપ વચ્ચે છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે હજી ડીજે વગાડવા ના વ્યવસાય નો ધંધો બંધ છે. ડીજે સિસ્ટમ ના વ્યવસાય સાથે અનેક પરિવારોની રોજીરોટી સંકળાયેલી છે. ત્યારે આગામી ગણેશ મહોત્સવ દરમિયાન ડીજે વગાડવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી સાથે જનતા રાજ સંસ્થાના ઉપક્રમે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.આવેદન પત્ર પાઠવવા આવેલા અગ્રણીએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી ડીજેના જેટલા પણ સંગઠન છે કે ડીજે વાળા છે.

ઓછામાં ઓછા 200 ની સંખ્યામાં હશે.  સવા વર્ષ દોઢ વર્ષથી આ લોકોનો ધંધો બંધ છે. રોજગારી બંધ છે. આમ તો તમામ ધંધાઓની શરૂઆત થઈ ગઈ છે. દરેક ધંધાઓને પરમિશન આપી દેવામાં આવી છે. તેમ છતાં પણ ફક્ત ડીજેવાળાઓને પરવાનગી નથી આપવામાં આવતી.આનું યોગ્ય કારણ શું.કદાચ કોરોના મહામારીના લીધે કોરોના ફરી ન વકરે તે માટે પરવાનગી ના આપતા હોય.

પરંતુ એની પાછળ બીજો પ્રશ્ન એ ઉદભવે છે કે 15મી ઓગસ્ટના દિવસે મશાલ રેલીને પરવાનગી આપવામાં આવે છે. કાંતો એમના બીજા કોઈ અંગત કાર્યક્રમો હોય સરકાર દ્વારા કે વિપક્ષ દ્વારા જન સંવેદના ગણો કે જન આશીર્વાદ ગણો. જ્યાં જનમેદની ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટે છે.ત્યાં કોઈ પ્રશ્ન કરવામાં આવતો નથી.ત્યાં તમામ પ્રકારની પરવાનગી આપવામાં આવે છે.15મી ઓગસ્ટના દિવસે મસાલ રેલી જે મોટી સંખ્યામાં નીકળી.જેમાં ડીજે પણ વાગ્યા ફટાકડા પણ ફૂટ્યા જનમેદની નાચી પણ ખરી એમ છતાં પણ તેમને પરવાનગી  મળી છે.

ડીજેના સંચાલકોને ગણેશોત્સવ દરમિયાન પરવાનગી કેમ નહીં. છત્રીસનો આંકડો છે ભગવાનનોના પ્રસંગોમાં કાર્યક્રમોમાં એટલે આના માટે સરકારને કલેકટરના માધ્યમથી રજૂઆત કરી છે કે ડીજે વાળાઓને ગણપતિનો તહેવાર આવી રહ્યો છે. ડીજેની સિઝન છે માટે તેમને ધંધો કરવા દેવામાં આવે.

કેમકે ઘણા લોકોને ડીજેના સ્પીકરઓની , સિસ્ટમની લોન ચાલી રહી છે.છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતના સમયથી ડીજેના ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો ઘરે બેસી રહ્યા છે.જેથી કરીને તેમની બચતનાં નાણાં પણ વપરાઈ ગયા છે.વ્યાજે રૂપિયા લાવીને પણ કંટાળી ચુક્યા છે. હવે તેમને જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બન્યું છે. માટે ડીજે વગાડવાની મંજૂરી આપવામાં આવે તેવી અમારી માંગણી છે.

Most Popular

To Top