Gujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે વાહનો ઉપર પથ્થરમારાની ઘટનાથી ફફડાટ

અમદાવાદ: દિવાળીના તહેવારોમાં (Diwali Festival) જ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે (Express Highway) ઉપર મોડી રાત્રે જતા વાહનો ઉપર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો (Stoned) કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલે મોડી રાત્રે 5 થી 7 જેટલા વાહનો ઉપર પથ્થરમારો થયો હતો. જેમાં વાહનોના કાચ તૂટી ગયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.

  • ગઈકાલે મોડી રાત્રે 5 થી 7 જેટલા વાહનો ઉપર પથ્થરમારો થયો
  • અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરી વાહનોના કાચ તોડાયા – કોઇ જાનહાની નહીં

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આણંદ અને ખેડાની વચ્ચે પસાર થતા વાહનો ઉપર રાત્રે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પાંચથી છ જેટલા વાહનોના કાચ તુટી જવા પામ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી આ અજાણ્યા લોકોને શોધી કાઢવા પ્રયાસો શરૂ કર્યા છે.

ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામ નજીક એંગલો તોડી ટ્રક નાળામાં ખાબકી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામ નજીક એક ટ્રક નાળામાં પડતા દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતમાં ડ્રાઈવરને ઇજાઓ પહોંચી હતી. જોકે જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ટ્રક માલિકને રૂા.૧૦ લાખનું નુકશાન થયુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે રહેતા આકાશભાઇ અજીતભાઇ પાટણવાડીયા ડ્રાઇવર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત તા.૩૦ ઓકટોબરના રોજ તેઓ રાતના બે વાગ્યાના અરસામાં ગોવાલીથી હાઇવા ટ્રક લઇને ચાણોદ ખાતે ઓરસંગ નદીમાં રેતી ભરવા નીકળ્યા હતા. રાતના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઉમલ્લા અને રાયસીંગપુરા ગામ વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન સામેથી એક ફોર વ્હિલ ગાડી અચાનક આવી જતા તેમણે ટ્રક પરથી કાબુ ગુમાવ્યો હતો. અચાનકથી સાઈડ પર ટ્રક લેવાના કારણે નાળા પરની લોખંડની એંગલ તોડીને ટ્રક નાળામાં પડી હતી. સદભાગ્યે ટ્રક ચાલકનો આમાં આબાદ બચાવ થયો હતો.

ટ્રકને ક્રેઇન દ્વારા ટોચણ કરીને રિપેરિંગ માટે લઇ જવામાં આવી હતી. આ અકસ્માતમાં ટ્રકમાલિકને દસ લાખ જેટલું નુકશાન થતાં ક્લેઈમ માટે પોલીસ ફરિયાદની જરૂર પડતા અકસ્માતના ત્રણેક દિવસ બાદ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.

Most Popular

To Top