Dakshin Gujarat

તહેવારોમાં ગુનાખોરી ડામવા ભરૂચ જિલ્લા પોલીસનું કોમ્બિંગ

અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં દિવાળી (Diwali) પર્વે (Festival) કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ હેતુસર ફરી ગત તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ ગંભીર પ્રકારના બનાવ બનતા અટકાવવા તથા પ્રજાની શાંતિ અને સલામતી હેતુસર અંકલેશ્વર (Ankleshwar) શહેર પો.સ્ટે. (Police) વિસ્તારના ગડખોલમાં આવેલા મહેન્દ્રનગર-૧, મહેન્દ્રનગર-૨, નીરવકુંજ સોસાયટી, પુષ્પવાટિકા, ચંડાલ ચોકડી વિસ્તાર તથા અન્ય બીજી અલગ અલગ ૩૫ સોસાયટીમાં કોમ્બિંગનું આયોજન કરાયું હતું. જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફ્લો, ટ્રાફિક, ક્યુ.આર.ટી., અંકલેશ્વર શહેર પો.સ્ટે. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. અંકલેશ્વર રૂરલ, ઝઘડિયા પો.સ્ટે., હાંસોટ પો.સ્ટે. મળી કુલ ૧૦ ટીમ જેમા પોલીસ ઇન્સ્પેક્ટર-૯, પોલીસ સબ ઇન્સ્પેક્ટર-૧૧ તથા ૧૧૪ પોલીસ જવાન દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

  • ગંભીર પ્રકારના બનાવ બનતા અટકાવવા
  • કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
  • પ્રજાની શાંતિ અને સલામતી હેતુ

હિન્દુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા હિન્દુ સંગઠનોની માંગ
ભરૂચ: દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓનાં નામથી અને ફોટાવાળા ફટાકડાનું વેચાણ બંધ કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લાં ઘણાં વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વેચાતા ફટાકડામાં હિન્દુ દેવી-દેવતાઓનાં નામથી અને ફોટાવાળા ફટાકડાનું મોટા પાયે વેચાણ ચાલી રહ્યું છે.

મોટા ભાગના ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી વેચાણ થઈ રહ્યું છે
જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. ત્યારે એકતા એ જ લક્ષ્ય સંગઠન, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગૌરક્ષા દળ, વિરાટ બજરંગ દળના દીપાલી બારોટ, વિશાલ પટેલ, સંજય પટેલ, ગૌરવ પટેલ સહિતના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કરવામાં આવી હતી કે, હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એવાં દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં દિવાળીના પર્વને ધ્યાને લઈ ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેમાં બજારમાં દિવાળી નિમિત્તે વેચાતા મોટા ભાગના ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટાકડાનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે. જે વહેલી તકે આવા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકી, પ્રતિબંધ મૂક્યા બાદ પણ કોઈ વેપારી આ પ્રકારના ફટાકડાનું વેચાણ શરૂ રાખે તો કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Most Popular

To Top