આણંદ: વાયુ દળમાં એન.સી.સી.કનિષ્ટ વિભાગ નાં કેડેટ દિવ્યાંશ રામદેવ પુત્ર એ માત્ર ૧૪ વર્ષ થી પણ નાની વયથી સાયકલ સવારી પોતાનું સ્વપ્ન સિદ્ધિ અને તેમાં જ કેરિઅર બનાવવા માટે અલગ-અલગપ્રકારની સાયકલ સવારીની પ્રતિયોગીતાઓમાં ભાગ લેવા સાથે સમાજ કલ્યાણની ભાવના જોડીને “ બ્રેસ્ટ કેન્સર જાગૃતિ,વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે, નોનસ્ટોપ ર૦૦ કિલો મીટર સાયકલ યાત્રા , ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન/સાયકલીંગ, જેવી સ્પર્ધામાં ભાગ લીધો. તેણે આ માટે વર્ષ ર૦ર૦ થી ર૦ર૧ નાં સમયગાળામાં ૫૦૦૦ કિલોમીટર સાયકલ યાત્રા કરીને અંતર કાપ્યું.સ્પર્ધાની સાથે સમાજ સેવાનું ઉમદા કાર્ય , સમાજ કલ્યાણની ભાવનાનો ગુણ શિખવવાની લગન અને સખત મહેનતનું શ્રેય કેડેટ દિવ્યાંશના પિતા ચિરાગ રામદેવ પુત્રને જાય છે.
કહેવાય છે કે “ એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. બાળકનાં જીવન ઘડતરમાં ‘ મા’ ની તોલે કોઈના આવે.” પરંતુ ચિરાગભાઈ રામદેવ પુત્રની બાબતમાં આ ઉક્તિ સાચી નથી.તે ‘ મા’ કરતા પણ સવાયા સાબિત થયા છે. દિવ્યાંશની સાયકલ સવારીનો શોખનો ગુણ તેના માતા-પિતા માંથી ઉતરી આવ્યો છે.
તેની અલગ ઓળખ બનાવવામાં તેમની અથાગ મહેનતે રંગ લાવીને બતાવ્યો છે. પછી તે ઘોડેસવારી હોય, રનીંગ હોય,સ્વીમીંગ હો કે સાયકલ સવારી પણ દિવસ-રાત જોયા વિના તેઓ દીકરાને પ્રોત્સાહન આપીને ઉચાઇનાં શિખરો સર કરવામાં તેની સાથે જ દોડી રહ્યા છે.તેનાપિતા પોતે પણ પૂર્વ નેવલ એનસી સી કેડેટ તરીકે અમદાવાદથી પ્રજાસત્તાક દિવસની શિબિરમાં ગુજરાત માંથી પ્રતિનિધિત્વ કરી ચૂકેલ છે.
તેથી ફિટનેસની કીમત તેઓ સારી રીતે જાણે છે.દીકરા દીવ્યાંશને મળતા મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રોથી માતા-પિતા બન્નેની છાતી ગજ ગજ ફુલાઈ ગઈ છે. દિવ્યાંશની માતા શ્રીમતી કવિતા રામદેવ પુત્રા પણ આર્મી વીંગ એનસીસીમાં પૂર્ણ કાલીન મહિલા અધિકારીનાં રૂપમાં મેજર પદ પર ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી.સી, આણંદમાં પોતાની સેવા આપી રહ્યા છે.
બીજા શબ્દોમાં કહીએ તો દિવ્યાંશની ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ ટ્રેનિંગ વર્ષ ર૦ર૦થી ર૦ર૧ મા ૫૦૦૦ કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કર્યાનું શ્રેય તેના ફેમીલી બેકગ્રાઉન્ડ પર પણ જાય છે.દિવ્યાંશ પોતે હોશીલો અને જોશીલો
વિદ્યાર્થી છે.
જે આ પોતાના શોખની સાથે સમાજ કલ્યાણનાં ઉમદા કાર્ય દ્વારા પ્રધાનમંત્રીનાં ફિટ ઇન્ડીયા કાર્યક્રમ હેથળ એ સંદેશનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યો છે કે “કોવિદ-૧૯ની આ મહામારીમાં ટકી રહેવું હોય, સાથે જ સ્વસ્થ રહેવું હોય તો જાતે તો ફિટ રહો જ અને આરોગ્ય સેતુથી જોડાયેલા રહો,બીજાને પણ આરોગ્ય સેતુ વિષે ગાઈડ કરો, સરકારની ગાઇડ લાઇનનું પાલન કરો, અને સામાજિક અંતર જાળવો તો કોવિદ-૧૯ની સાથે અન્ય બીમારી સામે પણ લડવૈયા બનીને હરાવી શકશો.”