કૂતરા હિંદુઓને ગમે છે, કારણ પાંડવો જ્યારે હિમાલયમાં ઓગળવા ગયેલા ત્યારે એક કૂતરો સાથે આવ્યો! કૂતરો સ્વર્ગે સિધાવ્યો કે નહીં તે અંગે ‘મહાભારત’ના લેખકો કાંઈ જણાવતા નથી, પરંતુ અહીં ભારતની ધરતી ઊપર રહી ગયેલા કૂતરાઓએ અનેકોને સ્વર્ગે રવાના કરી દીધા છે. વાંદરા તો જંગલનાં પ્રાણી. પોતાના શરીરના આગલા પગોનો ઊપયોગ હાથ તરીકે કરી જાણે છે. તેમાં અક્કલ હોશિયારી પણ ઘણી હોય છે. તીર્થધામો, હવાખાવાનાં સ્થળોએ વાંદરાઓની વસ્તી કૂદકે ને ભૂસકે વધી ગઈ છે. ભલે વાંદરો તમારૂં નુકસાન કરે તમે તેની સામે અણગમો દર્શાવો, તો દાંતીયા કરી તમને ગભરાવી મુકે!
છતાં તમારે તેનું માન-સન્માન કર્યે રાખવાનું નેતાઓની જેમ. હવે દૈવી પ્રાણીઓએ શિમલામાં માઝા મૂકી દીધી. ગુજરાતીઓ હજારોની સંખ્યામાં જાય છે ત્યાંની જનતા આ દૈવી પ્રાણીઓથી ત્રાસી ગઈ છે. અને ગયા મહિને શિમલામાં જનતાની જાહેર સભા થઈ તેમાં આ કૂતરા અને વાંદરાઓ સામે પ્રવચનો અને ઠરાવો થયા. જનતાએ ઠરાવો કરી રખડતા કૂતરાઓને પકડી બંધ કરવા ઉપરાંત આ કૂતરાઓને જે લોકો ખાવાનું આપે છે તેમના પર કાયદેસરના પગલે ભરવા માંગણી કરી છે. હવે વાંદરાનો વારો આવ્યો. વાંદરાઓને તો બર્ડ, ફ્લુમાં જેમ મુરઘીઓની સાગમટે કાપણી થાય છે, એવી કાપણી કરવાની માંગ જનતાએ કરી છે.
અડાજણ, સુરત – ભરત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.