વડોદરા, : હરિપ્રસાદ સ્વામી અક્ષરનીવસી થયા બાદ હરિધામ સોખડા મંદિરનો ગજગ્રાહ હજુ સામ્યો નથી ત્યાં તો શહેરના છાણી ગામમાં આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિર ગાદી સંચાલિત સ્વામી નારયણ મંદિરમાં એક જ મંદિરમાં બે જૂથ પડતા બંને જૂથ સામ સામે આવી જતા બાખડયા હતા. મારામારી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચતા 6 ની ધરપકડ કરી કાયદેરની કાર્યવાહી કરી હતી. વિપુલકુમાર કોઠારી , રહે સ્વામી નારાયણ ફળિયું છાણી એ જણાવ્યું હતુંકે ગામમાં ઘણા વર્ષોથી વડતાલ સંસ્થા નાં તાબા હેઠળનું સ્વામિ નારાયણ મંદિર આવેલું છે તે મંદીરમા વડતાલ સંસ્થા દ્વારા શ્રી રંગ સ્વામી અને બાળ કૃષ્ણ સ્વામી છેલ્લા છ મહિનાથી નિમણુક કરવામાં આવી હતી.
છાણી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મિસ્ત્રી અને તેમની પત્ની દ્વાર ખોટી રીતે વાંધો ઉઠાવી અને ફળિયાના સ્થાનિક રહીશોને ગેરમાર્ગે દોરી ને સ્વામી ને છેલ્લા ઘણા સમયથી શ્રી રંગ સ્વામી ને હેરાન પરેશાન કરતા હતા તેથી તેમાં મંદિરમાં આરતી નિયમીત ન કરતા નું કહી શ્રી. રંગ સ્વામીનાં ઓરડીની વીજ પુરવઠો તથા પાણીનું કનેક્શન બંધ કરી દેતા હતા. તથા સ્વામીને મંદિરમાં પૂરી પણ દીધા હતા.
જેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા.
જ્યારે સામે પક્ષે દિનેશભાઈ મિસ્ત્રી રહે સ્વામિનારાયણ ફળિયું એ જણાવ્યું હતું કે હું અને મારા પરિવારના સભ્યો છાણી ગામ સ્વામિ નારાયણ મંદિર નાં પાછળ આવેલા કમ્પાઉન્ડમા બેઠા હતા ત્યારે વિપુલભાઈ કોઠારી તથા ચંદ્રકાંત મકવાણા ત્યાં આવી પહોચ્યા હતા અમે અમોને ગમે તેમ બિભત્સ ગાળો બોલી તમે અહીંયા કેમ બેઠા છો આ તમારા બાપની મિલકત છે અહીથી બહાર નીકળો તેમ કહી ઝપાઝપી કરી હતી અને મારી પત્નીને ચોટલો પકડી જમીન પર પાડી ઘસેડતા મે મારી પત્નીનો બચાવ કરવા વચ્ચે પડતા મારા સાથે પણ ઝપાઝપી કરી હતી અને મારી પત્નીને જમણા પગના પંજાના ભાગે તથા ડાબા હાથના કાંડાનાં ભાગે ઇજા થઇ હતી જ્યારે મને પણ નાની મોટી થોડી ઈજાઓ થઇ હતી.
ઝઘડાનું મુખ્ય કારણ શ્રી રંગ સ્વામી અને બાળ કૃષ્ણ સ્વામી આજ્ઞપત્ર નહિ હોવા છતાં આ મંદિરમાં ગેરકાયદેસર રહેતા હોય જેથી તેઓ મંદિર છોડી જતા રહે તેવી મારી તથા અમારા ફળિયાના સ્થાનિકોની માંગણી છે. ઉલેખનિય છે કે છાણી સ્વામિ નારાયણ મંદિર માં થયેલ મારામારીના સીસીટીવી ફૂટેજમાં તથા સમાસમે થયેલી ફરિયાદમાં આધારે પોલીસે 1વિપુલભાઈ કોઠારી 2 ચંદ્રકાંત મકવાણા. 3. દિનેશભાઈ મિસ્ત્રી 4 ચંદ્રકાંત મિસ્ત્રી 5 રાજુભાઈ વણકર 6કિશોરભાઈ મિસ્ત્રી તમામ રહે સ્વામિનારાયણ ફળિયું વણકરવાસ છાણીમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.