પ્રેમની પતંગની ઉડાન નફરતની પેચ કાપવી, જેટલો લાંબો સંબંધ વધારવો હોય તો દિલથી નભાવવો જોઇએ. જેમના સ્વભાવમાં પ્રેમ નથી, લાગણી નથી તેના દરેક કામમાં અભાવ હોય. સંબંધો વિખરાય નહિ, વિસરાય નહિ તે મહત્ત્વનું છે.
માનવીની જિંદગી પતંગ જેવી છે. જિંદગી એક દિવસ કપાઇ જશે. શરીરની માયા ગમે તેટલી રાખો પણ તે પતંગની જેમ એક દિવસ વિખૂટી પડશે. પતંગ અને જિંદગીમાં એક સમાનતા છે. માનવી જેટલો ઊંચો જાય ત્યાં સુધી એની વાહ વાહ થાય. જિંદગીની શરૂઆતથી જ સૌનો સાથ સહકાર સ્નેહથી સ્વીકાર્યો હોય તો ચઢતી હોય કે પડતી કોઇ પણ પ્રકારે મદદ મળી રહે.
આકાશમાં પેચ થાય તેમ જીવનમાં પેચ થાય પણ એમાં સન્માર્ગ શોધી શકે, ખાળી શકે એ સાચો બુધ્ધિશાળી, પ્રભાવશાળી બાકી બધા નામના જ, કામના નહિ.‘પતંગની મજા માણો, આબાદ રહો.’
સુરત -સુવર્ણા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.