સામાન્યત: આમ પ્રજામાં લૂંટફાટ, માફીયા, બળાત્કાર, ચોરી, ગુંદાગર્દી કરતી વ્યક્તિઓને-આરોપીઓ ને પકડવા ને નિર્દોષ પ્રજાને રંજાડતી – માર મારવા તરીકેની છાપ ઊભી થયેલી છે. ત્યારે સુરત જીલ્લાના બાહોશ પોલીસ સુપરિટેન્ડન્ટ વડે સુરત જીલ્લાના છેવાડાના ગામડાઓમાં દારૂ વેચતી બુટલેગર બહેનોને આત્મનિર્ભર કરવા ભગીરથ પ્રયત્નો કરી સફળતા મેળવી રહ્યા છે. લવાછા, સરસ, કુંદિયાણા વેગેરે ગામોની બહેનો જીવનનિર્વાહ અર્થે દારૂ વેચવાનો ગાળવાનો ધંધો કરે છે. તે બહેનોને નિતિથી ધંધો-રોજગારી મેળવવા 50થી વધુ બહેનોને ‘‘તથાસ્તુ’’ચેરીટેબલ ટ્રસ્ટના ઉત્સાહી અગ્રણીના માર્ગદર્શન હેઠળ ચાલતી સંસ્થાની ટીમે એસ.પી.ને સહકાર આપી સૌ પ્રથમ કાઉન્સેલીંગ કરી ખાતર બનાવવા, પશુ પાલનની અદ્યતન ટેક્નોલોજીની ટ્રેનિંગ, નર્સરીની તાલીમ આપી દારૂની બદીમાં ગરીબો ફસાતા હતા તેવા સંજોગોમાં અળસીયા અને છાણીયુ ખાતર, ફૂલ છોડનું વેચાણનું યોગ્ય સ્થલે વેચાણ કરવા રાડા મેડમ, તથાસ્તુ સંસ્થા અને ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમે આ બદીમાંથી મુક્ત કરવાના પ્રયત્નો કરી આર્થિક પગભર કરી ખુમારીભેર જીવન જીવવાના પ્રય્તનો કર્યા છે. આ રચનાત્મક પ્રવૃત્તિઓમાંથી શહેરના પોલીસ અમલદારો પણ પ્રેરણા મેળવી દારૂના વ્યવસનમાંથી – બદીમાંથી છોડાવવા સેવા સંસ્થાઓનો સહયોગ લેશે એવી શ્રધ્ધા અસ્થાને નથી. પોલીસ ખાતાના આ કાર્યને પુન: અભિનંદન છે.
જહાંગીરપુરા- ભગુભાઈ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બુટલેગર બહેનોને આત્મનિર્ભર કરતી જીલ્લા પોલીસ
By
Posted on