National

Disney+Hotstarનું સર્વર ડાઉન! ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ જોવામાં થઈ રહી છે મુશ્કેલી

નવી દિલ્હી: ભારતમાં Disney+ Hotstar ડાઉન થતા યુઝર્સ તેેને એક્સેસ કરી નથી શકતા. જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સને ઘણી મુશ્કેલી ઊભી થઈ રહી છે. ખાસ કરીને ભારતીય યુઝર્સેને સર્વર ડાઉન હોવાના કારણે મુશ્કેલી થઈ રહી છે, કારણ કે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે આ સમયે ઘણા ભારતીય યુઝર્સને હોસ્ટર અને ડિઝની પર મેચ જોવામાં વ્યસ્ત હોય છે પરંતુ અચાનક જ હોટસ્ટાર અને ડિઝનીનું લોગિન ન થતા ભારતીય યુઝર્સ તેનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે.

યુઝર્સે હોટસ્ટારમાં લોગિન કરવાનો પ્રયાસ કરતી વખતે તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના સ્ક્રીનશોટ ટ્વીટર પર શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ લાઈવ Disney+ Hotstar પર દેખાઈ રહી છે. હાલ ટ્વીટર પર હોટસ્ટાર અંગે ઘણી ફરિયાદો સાથે ગુસ્સો પણ ઠાલવવામાં આવી રહ્યો છે. ઘણા યુઝર્સે આ અંગ ઘણા ફોટ્સ પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે છેલ્લી 45 મિનિટથી સર્વર ડાઉનની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

45 મિનિટથી છે સર્વર ડાઉન
કહેવામાં આવી રહ્યું છે કે ડિઝની + હોટસ્ટાર ડેસ્કટોપ અને મોબાઈલ બંને પર ડાઉન છે. જેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 45 મિનિટ સુધી આ સમસ્યા ચાલુ રહી છે. હોટસ્ટારનું સર્વર ઘણા સમયથી ડાઉન છે. હાલમાં ટ્વીટર પર હેસસ્ટેગ સાથે હોસ્ટાર અને ડીઝની ટ્રેન્ડ કરી રહ્યા છે. તેમજ તેના કેટલાક સ્ક્રીનશૉટ પણ ટ્રેન્ડ થઈ રહ્યા છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ જોવા થઈ રહી છે મુશ્કેલી
તમને જણાવી દઈએ કે ભારત અને વિશ્વમાં સૌથી વધુ જોવાયેલા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર ક્રેશને કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ જોવામાં મુશ્કેલી પડી હતી. પરિણામે #HotstarDown ટ્રેન્ડમાં આવવાનું શરૂ થયું છે. યૂઝર્સે હોસ્ટાર અને ડિઝની ડાઉન અને એકાઉન્ટ્સ એક્સેસ ન થઈ રહી હોવાની ફરિયાદ કરતા ટ્રુ સ્કૂપ દ્વારા તાત્કિલક જ તેમના પ્રીમિયમ એકાઉન્ટ્સ જાતે જ ઍક્સેસ કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે હોટસ્ટારે PB-4000 ભૂલ દર્શાવી હતી. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા લાઈવ મેચને કારણે થઈ છે. પરંતુ તમને જણાવી દઈએ કે #HotstarDown સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

500થી વધારે એકાઉન્ટ્સમાં આવી રહી છે સમસ્યા
તમને જણાવી દઈએ કે લગભગ છેલ્લા એક કલાકથી યુઝર્સ પોતાના એકાઉન્ટ્સ લોગિન કરી શકતા નથીય એક રિપોર્ટ અનુસાર 500થી વધુ યુઝર્સે ટ્વીટ પર આ સમસ્યા અંગે ફરિયાદ કરી હતી. જો કે હજી સુધી કંપની તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Most Popular

To Top