સુરત મહાનગર પાલિકાના બજેટ પર ચર્ચા શરુ…
બજેટ ચર્ચાની સાથે સાથે….
પ્રથમ વખત વંદે માતરમ્ ના પૂર્ણ ગાન સાથે સુરત મનપાની સામાન્ય સભામાં બજેટ ચર્ચા નો પ્રારંભ
10.25 am – સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે શું કહ્યું?
- “આ બજેટ સુરતના સુગ્રથિત અને સમતોલ વિકાસ માટે દિશાસૂચક સાબિત થશે…”
- “છેલ્લા ત્રણ વર્ષથી સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત નંબર વન સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આ અવધિ દરમિયાન શહેરને કુલ 18 એવોર્ડ મળ્યા છે. “આ ગૌરવ માત્ર મનપાનું નહીં, પરંતુ સુરતના જાગૃત નાગરિકો અને તેમની સક્રિય ભાગીદારીનું પરિણામ છે,”
- “બજેટની મુખ્ય વિશેષતા – કોઈપણ પ્રકારના કરવેરામાં વધારો કરવામાં આવ્યો નથી.”
- “આ બજેટ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ-મકાન, પાણી પુરવઠા, સ્વચ્છતા તથા અન્ય નાગરિક સુવિધાઓના વિસ્તરણ માટે મજબૂત રોડમેપ પૂરો પાડશે. “સુરતને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને આધુનિક બનાવવા માટે આ બજેટ માર્ગદર્શક સાબિત થશે,”
10.40 am – વેરો વધાર્યા વગર 85% વધ્યું મનપાનું બજેટ, કતારગામમાં રૂ.73.74 કરોડનો ફ્લડ ગેટ પ્રોજેક્ટ: કોર્પોરેટર ચીમન પટેલ
- વોર્ડ નંબર 8 ના ભાજપના કોર્પોરેટર ચીમન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન Surat Municipal Corporation (એસએમસી)નું બજેટ આશરે 85 ટકા જેટલું વધ્યું છે. દર વર્ષે સરેરાશ 16 ટકાથી વધુનો વધારો નોંધાયો હોવા છતાં નાગરિકો પર એક પણ વખત વેરામાં વધારો કરવામાં આવ્યો નથી. નિયમિત સરકારી ગ્રાન્ટમાં વધારો અને મનપાના વિવિધ આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થવાને કારણે આ શક્ય બન્યું છે.
- કતારગામ ઝોનમાં વરસાતી પાણી ભરાવાની વર્ષોથી ચાલી આવતી સમસ્યાના સ્થાયી ઉકેલ માટે સ્ટોર્મ ડ્રેનેજ વ્યવસ્થાને મજબૂત બનાવવાનો મહત્વાકાંક્ષી આયોજન. ટીપી 51 અને 51 વિસ્તારમાં રૂ. 73.74 કરોડના ખર્ચે નાની વેડ નજીક ફ્લડ ગેટ મૂકવાની યોજના તૈયાર. કતારગામ ઝોનના અંદાજિત 6 કિલોમીટર વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલને બે ભાગમાં વહેંચી શકાશે. પરિણામે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે
11.00 am સુરત મહાનગરપાલિકાની બેઠકમાં ઘમાસાણ: વિકાસના 85% દાવા પર વિપક્ષનો સવાલ, તાપી પ્રદૂષણ મુદ્દે રાજીનામાનો પડકાર
વિપક્ષી સભ્ય મોનાલી હીરપરાએ કહ્યું કે…
- છેલ્લા પાંચ વર્ષમાં 85 ટકા વિકાસનો દાવો હકીકતથી વિમુખ, વાસ્તવિક વિકાસ અમુક વિસ્તારો પૂરતો જ સીમિત છે. શહેરના અનેક વિસ્તારો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત.
- સ્વચ્છતા સર્વે દરમિયાન માત્ર પસંદગીના વિસ્તારો બતાવીને નંબર મેળવવામાં આવે છે. હકીકતમાં અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા, ઉફરાતી ગટરો અને અસ્વચ્છ પરિસ્થિતિ યથાવત.
- ટ્રાફિક સિગ્નલસ અસંગત પૂર્વ આયોજન વિના થતા ખોદકામ, વધતી ટ્રાફિક સમસ્યા, બિસ્માર અને દબાણથી ત્રસ્ત રસ્તાઓ.
- સુદામા ચોક ખાતે મનપા દ્વારા પાર્કિંગ માટે ફાળવાયેલા પ્લોટમાં ગેરકાયદે બજાર.
- તાપી નદી શુદ્ધિકરણ માટે ખર્ચાયેલા કરોડો રૂપિયા છતાં આજે પણ તાપી નદી પ્રદૂષિત! અનેક સોસાયટીઓમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી.
- શાસક પક્ષના સભ્ય દિનેશ રાજપુરોહિતે મોનાલી હીરપરાના આક્ષેપોને ખોટા ગણાવતા તીખી બોલાચાલી, વાતાવરણ તંગ.
11.20 am – ગંદકી મુદ્દે મનપા સભામાં તીખી નોકઝોક! મોનાલી હીરપરાના પ્રહારો સામે મેયર દક્ષેશ માવાણી અકળાયા; ‘લુડો રમીને નંબર નથી લાવ્યા’ નિવેદનથી હોબાળો
- ભાજપના સભ્ય ઉર્વશી પાટલે પણ વિપક્ષના આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્યમાં બેસેલા અધિકારીઓ અમારા કાકા, મામા કે માસા નથી કે એમજ એવોર્ડ આપી દે. સુરતે કામગીરીના આધારે જ સન્માન મેળવ્યું છે.”
- બંને પક્ષોના સભ્યો વચ્ચે તીખી બોલાચાલી ચાલતા અધ્યક્ષસ્થાને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. અંતે વાતાવરણ શાંત થતાં અન્ય એજન્ડા પર ચર્ચા આગળ વધારવામાં આવી હતી.
- અને વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે.
11.50 am “વિકસિત ભારતના વિઝન સાથે સુરતને વૈશ્વિક ઓળખ તરફ લઈ જતું બજેટ” – શાસકપક્ષના કોર્પોરેટર રેશમા લાપસીવાલા
- માળખાગત સુવિધાઓના વિસ્તરણ સાથે શહેરના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. રોડ, બ્રિજ, ડ્રેનેજ અને આધુનિક સુવિધાઓ જેવા પ્રોજેક્ટ્સ સુરતને ઇન્ટરનેશનલ સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.
- ‘સુરત સિટીઝન ફિટનેસ ચેલેન્જ’ એપ્લિકેશન જેવી પહેલ આરોગ્ય જાળવણી અને ફિટનેસ અંગે જનજાગૃતિ વધારશે.
- ‘ઇનોવેશન સિટી’નો કોન્સેપ્ટ યુવા વર્ગને નવી તકો અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ તરફ પ્રોત્સાહિત કરશે.
- સુરતને હવે ઇન્ટરનેશનલ ટુરિઝમ સિટી તરીકે વિકસાવવા માટેની દિશામાં આગળ ધપાવતું બજેટ.
12.15 PM – વરાછામાં મેટ્રો-ખોદકામે ટ્રાફિક તંગદિલી: અસરગ્રસ્તોને વેરામાં રાહત આપો – મનીષા કુકડીયા
- શાસક પક્ષની આત્મશ્લાઘા વચ્ચે શહેરની ટ્રાફિક સમસ્યા અને વરાછા વિસ્તારની હાલત મુદ્દે વહીવટીતંત્રનો કાન આમળ્યો.
- વરાછા વિસ્તારમાં ચાલી રહેલા આડેધડ ખોદકામ અને ખાસ કરીને સુરત મેટ્રોના અણઘડ આયોજનને કારણે લંબે હનુમાન રોડ પર છેલ્લા બે વર્ષથી ધંધા-રોજગાર પર ગંભીર અસર.
- લંબે હનુમાન ગરનાળું લાંબા સમયથી બંધ, સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં.
- મેટ્રો કામગીરી દરમિયાન વારંવાર તૂટે છે પાણી અને ગટર લાઈનો
- અસરગ્રસ્તોને વેરામાં રાહત મળવી જોઈએ.
- જવાબમાં શાસકપક્ષના ઉવર્શી પટેલે કહ્યું. ‘’શહેરને મેટ્રો જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાથી વંચિત રાખવા માંગે છે વિપક્ષ
- આ ટિપ્પણી પછી વિપક્ષનો હોબાળો
- રસ્તાઓને કારણે લોકોને કમરના મણકા અને હાડકા ભાંગવાના બનાવો વધી રહ્યા છે, એટલે જ અમે જોનવાઈઝ અને વસ્તીની સંખ્યાને આધારે ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવાની માંગણી કરી છે – મનીષા કુકડીયા
- ટ્રાફિક, ખોદકામ અને મેટ્રો કામગીરીને લઈ સત્તા-વિપક્ષ વચ્ચે તીખી નોકઝોક.
12.30 PM – ૪૨ લાખ દર્દીઓને જીવનદાન: સ્મીમેર અને મનપાના આરોગ્ય કેન્દ્રો શહેરીજનો માટે આશીર્વાદ – મનીષા આહીર
- હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહીરે જણાવ્યું કે સ્મીમેર કાર્યરત થયા બાદ અત્યાર સુધીમાં ૪૨ લાખથી વધુ દર્દીઓએ સારવાર મેળવી, ૧ કરોડથી વધુ ટેસ્ટિંગ
- સ્મીમેર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ.
- દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ૨૮ લાખ રૂપિયાના ખર્ચે નવું રસોડું બનાવાયુ.
12.30 PM – વિકાસકાર્યોને કારણે તાત્કાલિક અસુવિધા સ્વાભાવિક, ઉકેલ માટે તંત્ર સજ્જ: નિરાલી પટેલ
- મનીષા કુકડિયાની વિકાસકાર્યો અને શહેરમાં ચાલી રહેલા ખોદકામ અંગે કરેલી ટિપ્પણીનો નિરાલી પટેલે આપ્યો જવાબ, “ઘરમાં પણ કોઈ મોટું કામ થતું હોય ત્યારે થોડી અવ્યવસ્થા સર્જાય.
- સુરતમાં હાલ વિવિધ વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા અને અન્ય સુવિધાઓ માટે કામો પ્રગતિપંથે.
- વહીવટી તંત્ર દ્વારા ખોદકામ અને ડાયવર્ઝન જેવી સમસ્યાઓને પહોંચી વળવા યોગ્ય આયોજન
- શહેરને આગામી વર્ષોમાં વધુ સુવ્યવસ્થિત, સુવિધાસભર અને આધુનિક બનાવાશે.
1.05 PM – ચુનોતિયા મુઝે પસંદ હૈ… અંત્યોદયથી વિકાસ સુધી’: પૂર્વ મેયર હેમાલી બોધાવાળાનો વિપક્ષ પર શાયરાના અંદાજમાં કટાક્ષ
- “તુમ રખો અપને કર્મો કા હિસાબ, હમે તો આખિર તક દિયા જલાના હૈ.”
- ભગવાન સુરતના વિકાસને જોવાની નજર આપે,” અને શહેરના વિકાસપ્રયાસોમાં રચનાત્મક સહયોગ આપવા અપીલ.