Gujarat

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ

કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા રચના બિષ્ટ રાવત ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અમદાવાદની અહેસાસ સંસ્થાના પ્રિયાંશી પટેલ અને શનીલ પારેખનો પણ સહયોગ રહ્યો હતો. સાંજના સત્રમાં ખેતાન ફાઉન્ડેશન અને એહસાસ વુમન ઓફ જયપુરના આકૃતિ પેરીવાલે ભારતીય લશ્કરના સૈનિકોની બહાદુરી પર અનેક વાર્તાઓ લખનાર રચના બિષ્ટ રાવત સાથે તેમના પુસ્તક બિપીન : ધ મેન બિહાઈન્ડ ધ યુનિફોર્મ વિશે ચર્ચા કરી હતી. કાર્યકરની શરૂઆત પહેલાં ટી સેશન યોજાયું હતું. શાનીલ પારેખે ઉપસ્થિત સૌ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમના ઉદઘાટન બાદ 45 મિનિટના મુખ્ય સત્ર પછી 15 મિનિટ સુધી પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં શ્રોતાઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને વકતા સાથે વાર્તાલાપ કર્યો હતો. અહેસાસ વુમન અમદાવાદની પ્રિયાંશી પટેલે વક્તાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રચના બિષ્ટ રાવતે પણ સૌને ઓટોગ્રાફ આપવા સાથે જ મહેમાનોને પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિંગ કમાન્ડર અરુણ કૌલે સાહિત્ય જગતમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ રચના બિષ્ટ રાવતનું સન્માન કર્યું હતું.

Most Popular

To Top