Charchapatra

ભેદભાવ ભરેલી ઈ.પી.એફ.ઓ. પેન્શન નીતિ

જૂની પેન્શન નીતિ અને નવી પેન્શન નીતિ અંગે રાજ્યોમાં મતભેદ પ્રવર્તે છે. કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારના કર્મચારીને મોંઘવારીનો આંક વધતાં પેન્શનમાં વધારો થાય છે. જ્યારે ઈ.પી.એફ.ઓ.ના પેન્શનરોને તુચ્છ અને હાસ્યાસ્પદ પેન્શન રૂ. ૧,૦૦૦/- ફિક્સ આપવામાં આવે છે અને કોઈ મોંઘવારી વધતાં વધારો થતો નથી. શું આ પેન્શનરોને મોંઘવારી નહિ નડતી હોય ? ભારત દેશ આઝાદ થયો ત્યારથી શ્રમજીવી કામદાર કર્મચારીઓની અવગણના થતી આવી છે. પાંચ વર્ષની ટર્મ પૂરી કરનાર ધારાસભ્યોને સાંસદો પાછળ સરકાર હજારો કરોડ રૂપિયા ખર્ચી શકે છે. વિધુર-વિધવા ને વિકલાંગોને મળતાં પેન્શન કરતાં ઓછું પેન્શન આખી જિંદગીની સેવાના બદલામાં શ્રમજીવી ઈ.પી.એફ.ઓ.ને ઓછું પેન્શન આપવામાં આવે છે. તેઓને સાડા સાત હજાર પેન્શન ક્યારે મળશે ? નિવૃત્ત પેન્શનરોને ગરીબ વર્ગને સપોર્ટ કરે એવી પેન્શન યોજના હોવી જોઈએ. પાંચમી અર્થવ્યવસ્થા ધરાવનાર સરકાર આ પેન્શનરો માટે વિચારશે?
સુરત     – મનહર રામચંદ્ર કાળે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાષ્ટ્રધ્વજ
ઘણી સારી હકીકત છે કે સુરત શહેરમાં રાષ્ટ્રધ્વજ ઇમારતો પર ફરકી રહ્યા છે. માહિતીના અભાવે કે અજ્ઞાનતા, કયારેક રાષ્ટ્રધ્વજની હાલત જોતાં દુ:ખ થાય. શહેરમાં એક સ્થળે એવો રાષ્ટ્રધ્વજ ફરકતો જોયો જે કોર પરથી સિલાઇ ઉખડી ગયેલી, રંગ ઝાંખો એટલો નહિ કે ચલાવી ન લેવાય. પરંતુ ફાટેલા, તદ્દન રંગ ઊડી ગયો હોય એવા ખામીભર્યા રાષ્ટ્રધ્વજો કદી ન ફરકાવાય. આ કાનૂની ગુનો થાય છે. કાર્યવાહી જેના ક્ષેત્રમાં આવતી હોય તેમણે આવા ખામીભર્યા રાષ્ટ્રધ્વજો ઉતરાવી ત્વરિત દેશનું સ્વમાન જાળવી રાખવું જરૂરી.
સુરત              – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top