Charchapatra

આફત આવી છે અધધધ

અધધધ… એટલે બહુપણું… આજકાલ અધધધ શબ્દ જીહ્વા પર અને વિચારોમાં આવે છે. કેમકે આશ્ચર્યજનક ઘટનાઓના સમાચાર અને દૃશ્યો અવારનવાર પ્રકાશમાં આવે છે. જેમ કે રણમાં વરસાદ અધધધ… છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં વૃક્ષોનું છેદન અધધધ… ગરમીનો પારો અધધધ… ગામડાંનું શહેરોમાં રૂપાંતરણ અધધધ… ખેતીલાયક જમીનનું શહેરોના વિકાસ (વિનાશ) માટે કોન્ક્રીટનાં જંગલોમાં રૂપાંતરણ અધધધ… બારે માસ ગરમીની અનુભૂતિ અધધધ… ક્યારેક ઠંડી અધધધ તો ક્યારેક વરસાદ અધધધ… માનવ વસાહત અધધધ… જમીનમાં પાણીની અછત અધધધ… શહેરોમાં અને ગામડાંઓમાં વાહનોની સંખ્યા અધધધને વળી ટ્રાફિક બારેમાસ પણ અધધધ…

આકાશમાં વિમાનની અવરજવર અધધધ ને તે પણ દેશમાંથી વિદેશગમન અધધધ… આ બધામાં મા ‘ધરા’ની સહનશક્તિ અધધધ… પરંતુ હવે તો મા ધરતી પણ શ્વાસ લેવા માટે ઇચ્છતી હોય તે હાંફી ગઈ હોય તેવું લાગે છે. કારણ ક્યાંય પાત્ર ધરતી મા માટે શ્વાસ લેવાની જગ્યા જ ક્યાં રહેવા દીધી છે. આ માનવીએ બુદ્ધિશાળી માનવી મોટી મોટી વાતો કરે છે પરંતુ ખરું કાર્ય કરવું હોય તો પડોશી દેશ ભૂતાન પાસે શીખવું પડે. જેમણે પ્રાથમિકતા વિકાસને નહીં પરંતુ પ્રકૃતિ પર્યાવરણની જાળવણીને આપી છે અને તેથી જ તો ધરતી પર લીલોતરીનું સામ્રાજય ત્યાં અધધધ છે. આ કાળા માથાના માનવીને પ્રાકૃતિક સંપદાને જાળવી રાખવાની પરમ કુપાળુ પરમાત્મા અધધધ સદ્દબુદ્ધિ આપે એવી પ્રાર્થના.
સુરત     – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આસ્થાને કંયાય છંછેડશો નહિ
માનવ મનની નબળાઈ, આસ્થા એટલે અઢળક ભરોસો, જીવ પણ આપી દેતા ખચકાશે નહિ તેની અડફટે કદી આવશો નહિ.  કુતરાની પુછડી પર ભૂલેચૂકે પગ મૂકાઈ જાય અને તમારી પગની પીંડી પકડી લે, એ જ પ્રતિભાવ અહિ પ્રદર્શિત થાય છે. ધર્મ ઝનૂન આમાંથી જ જન્મે છે. ધર્મ યુદ્ધોમાં જેટલાં હણાયા તેટલા વિશ્વયુદ્ધમાં હણાયા નથી. દરેક ધર્મ એક બીજાથી સર્વશ્રેષ્ઠ છે બીજા બધા બાકીના કનિષ્ઠ છે. ધર્મસ્થળો પર ઉભરાતા (કડિયાળુ) ધર્માંગ્ધ ટોળા કયારેક અમાનવિ બની જાય છે. એકવાનો કોઇએ કાંકરી ચાળો કર્યો તો તમારી અંગ સ્નેહિઓના માથા પર પગ મુકીને ચાલ્યા જતા ખચકાતા નથી.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top