દાહોદ: ફતેપુરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ઠેર ઠેર ગંદકીની સમસ્યા ઉભી થઇ છે. અને કેટલાક વિસ્તાર માં વરસાદી પાણીનો નિકાલ ન થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતાં તાવ, ઉધરસ સહિતના રોગસાથે ઝેરી મેલેરીયાએ પગપેસારો કર્યો છે. જેથી આરોગ્ય તંત્રએ આ રોગચાળો ડામવા તાકિદે જાગે તે જરૂરી બને છે . ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ સાલે પણ ફતેપુરા તાલુકામાં મેલેરીયાએ માથુ ઉંચકયુ છે. આ સમયગાળામાં દર વર્ષે ફતેપુરા તાલુકા મેલેરીયાના કેસો વધે છે. ઝેરી મેલેરિયા બેકાબુ બની જાય તે પહેલા તંત્ર દ્વારા ઉચિત પગલાં લેવાય તે જરૂરી છે.
ફતેપુરા તાલુકા માં ફરી મેલેરીયા માથુ ઉંચકી રહ્યો છે.આમેય ફતેપુરા તાલુકો મેલેરીયાની દ્રષ્ટિએ હાઇ રીસ્ક ઝોનમાં આવે છે. દરેક ચોમાસામાં ફતેપુરા તાલુકા મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય મેલીરીયાના કેસોમાં પણ ઉછાળો આવે છે. એક મહિના સુધી તાલુકા મોટા ભાગના વિસ્તારોને મેલેરીયાના કેસો વધી પડે છે. ચાલુ સાલે પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયુ છે. ફતેપુરા તાલુકા માં હાલમાં શરદી, તાવ, ઉઘરસના વાયરાની સાથે સાથે મેલેરીયાએ પણ માઝા મુકી છે.