ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સામે વિવાદી પોસ્ટ કરનાર મુંબઈના ફિલ્મ ડિરેક્ટર અવિનાસ દાસ સામે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી ગુનો દાખલ કરાયો છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાયેલી તપાસ મુજબ તાજેતરમાં ઝારખંડનાં મહિલા આઈએએસ પૂજા સિંઘલ મની લોન્ડરિંગના કેસમાં પકડાયાં છે. તેમની સાથે અમીત શાહ વાતચીત કરતા હોય તેવી પાંચ વર્ષ જૂની એક તસવીર પોસ્ટ કરાઈ છે. આ પોસ્ટ દ્વ્રારા અમીત શાહની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અવિનાસ દાસની સોશિયલ મીડિયા પોસ્ટ મામલે તપાસ કરાઈ રહી છે.