Entertainment

ડિરેક્ટર અનુરાગ કશ્યપે ઈન્ટીમેટ સીનના શૂટિંગ પહેલાં આ અભિનેત્રીને પીરિયડની તારીખ પૂછી હતી

મુંબઈ: ભારતમાં ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર વિવિધ વિષયો પર વેબસિરિઝના (Webseries) પ્રસારણનું કલ્ચર શરૂ થયું ત્યાર બાદથી હિંસક અને ઈન્ટીમેટ દ્રશ્યોનો (IntementScenes) ટ્રેન્ડ વધ્યો છે. ડિરેક્ટર અનુરાગ કશ્યપ (AnuragKashyap) દ્વારા દિગ્દર્શિત વેબસિરીઝ સેક્રેડ ગેમ્સ (SacredGames) અને સેક્રેડ ગેમ્સ 2માં (SacredGames2) સેક્સ સીનની (Sex Scenes) ભરમાર હતી. હવે સેક્રેડ ગેમ્સ ટુના ઈન્ટીમેટ સીનને લઈને એક ચોંકાવનારી વાત બહાર આવી છે. વેબસિરીઝની અભિનેત્રીએ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિશે જે વાત કરી તે સાંભળી ચાહકો ચોંકી ગયા છે.

અભિનેત્રી અમૃતા સુભાષ (AmrutaSubhash) તાજેતરમાં કોંકણા સેન શર્માની (KonkanaSenSharma) ‘ધ મિરર’ (The Mirror) અને ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં (LustStories2) જોવા મળી હતી. અમૃતાના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં જ અમૃતાએ એક ઈન્ટરવ્યુમાં કેમેરા સામે ઈન્ટીમેટ શૂટ કરવા અંગે વાત કરી હતી.

અમૃતાએ પુરુષ અને સ્ત્રી દિગ્દર્શકો દ્વારા આવા દ્રશ્યોને હેન્ડલ કરવાની રીતમાં શું તફાવત છે તે વિશે વિસ્તૃત વાત કરી. અમૃતાએ દિગ્દર્શક અનુરાગ કશ્યપ દ્વારા દિગ્દર્શિત તેના પ્રથમ ઈન્ટીમેટ સીનના શૂટિંગ યાદ કરતા કહ્યું કે તે આ સીન પ્રત્યે અનુરાગ ખૂબ જ સંવેદનશીલ હતો.

અમૃતા સુભાષે યાદ કરતા કહ્યું કે ‘સેક્રેડ ગેમ્સ 2’ દરમિયાન અનુરાગ કશ્યપે તેની (અમૃતાની) ટીમને ફોન કરી તેની પીરિયડ્સની તારીખો વિશે પૂછ્યું હતું. અનુરાગનો હેતુ એ હતો કે સેક્સ સીન્સના શૂટિંગ દરમિયાન હું કમર્ફટેબલ અનુભવું. અમૃતાએ વધુમાં કહ્યું કે ‘મેં અનુરાગના નિર્દેશનમાં સેક્રેડ ગેમ્સ 2 માં મારો પહેલો સેક્સ સીન કર્યો હતો. સ્ત્રી કે પુરુષ હોવાનો પ્રશ્ન નથી. તે ખૂબ જ સારો છે. અનુરાગે ડિરેક્શન ટીમને બોલાવી અને મને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમારા પીરિયડ્સની તારીખો શું છે?, તેથી તેઓ તેની આસપાસ સેક્સ સીન શેડ્યૂલ નહીં કરે.

અનુરાગ કશ્યપ સેક્સ સીન્સ દરમિયાન સંવેદનશીલ હતો
અમૃતાએ વધુમાં કહ્યું કે સંવેદનશીલ હોવું એ કોઈ જેન્ડર પર આધારિત નથી. અનુરાગ ખૂબ જ સંવેદનશીલ હતો. અમૃતાએ ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સીઝનમાં RAW એજન્ટની ભૂમિકા ભજવી હતી, જેમાં તેનું પાત્ર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોડાયેલું છે.

Most Popular

To Top