Charchapatra

બોગસ ડોકટરોને સીધા દોર કરો

‘ગુજરાતમિત્ર’ અખબારમાં પાંડેસરાના બોગસ ડોકટરના ન્યુઝ પ્રકટ થયા છે. આ શહેરમાં આવા એક નહી અનેક બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. શહેરના છેવાડાના વિસ્તારમાં આવા ડોકટરોની ધમધમતી પ્રેકટીસ ચાલે છે. પરપ્રાંતથી આવીને અહીં ગરીબ અને અભણ વસ્તીમાં આ લોકો મેડીકલ સ્ટોર્સ સાથે સમજુતી કરી ક્લીનીક ચલાવી લોકોની જિંદગી સાથે ચેડા કરે છે. છતાં આવા બોગસ ડોકટરોના વાળ પણ વાંકો થતો નથી. ક્યારેક આવા એકલ ડોકટર ઝડપાય જાય છે. પછી પાછી વોહી રફતાર ચાલુ રહે છે.

મેડીકલવાળા પણ સસ્તી જૈનરિક દવા વેચે છે અને ધીકતી કમાણી કરે છે. એમાં ડોકટરોની પણ ભાગીદારી હોય છે. બિચારી ગરીબ પ્રજાને અંધારામાં રાખીને ક્યારેક એક્ષપાયરી ડેઈટવાળી દવા પણ પધરાવી દેવામાં આવે છે. ક્યારેક આવા બોગસ ડોકટરોને ત્યાં પોલિસ તપાસ કરવામાં આવે છે ત્યારે બંધ બારણે ગુપ્ત સમજુતી થઈ જાય છે. બધાં ખેલ પૈસાનો ચાલે છે. આરોગ્ય ખાતાવાળાની આ જવાબદારી છે પરંતુ એમાં પણ બધુ લોલે લોલ ચાલે છે. ખરેખર તો આ બાબતે અહીંના સરકારી અધિકારીઓ સાથે સંસદ સભ્યો અને આ વિસ્તારના કોર્પોરેટર અને ધારાસભ્યોએ જવાબદારી ઉપાડી લેવા જેવી છે.

કોઈપણ પ્રકારની શેહશરમ કે લોભ લાલચમાં પડયા વિના આવા ડોકટરોને સીધા દૌર કરી જેલના સળીયા પાછળ ધકેલી એક ઉત્તમ દાખલો બેસાડવો જોઈએ. નવાઈની વાત એ છે કે જ્યારે દબાણ આવવાનું હોય ત્યારે આ લોકોને આગોતરી જાણ થઈ જાય છે. ત્યારે ક્લીનીક બંધ કરી ભાગી જાય છે. પરપ્રાંતના આવા બોગસ ડોકટરો, પરપ્રાંતની પ્રજા તનથી ધનથી લૂંટાય રહી છે. જેની કોઈને કાંઈ પડી નથી. બોગસ ડોકટરોની ભુલનો ભોગપણ બને છે. ત્યારે હલકા દવા ઈન્જેકશનથી ક્યારેક જાનથી હાથ ધોવા પડે છે.
સુરત- જગદીશ પાનવાલા

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top