તા. 10.9.24ના ગુજરાતમિત્રમાં દાકતરી સેવાઓ અંગેનો લેખ કાર્તિકેય ભટ્ટનો પ્રગટ થયો ને દાકતર થવામાં કેટલા કરોડનો ખર્ચ થાય, તેની વિગતો દર્શાવે છે. મને એ સમજ નથી પડતી કે પહેલાના દાકતરો આંખ, નાડી જોઇ સચોટ નિદાન કરતા. તેઓ સ્થેટોસ્કોપનો બહુ સરસ ઉપયોગ કરતા. એક દાકતર મિત્રને મેં પૂછેલું કે આ સ્થેટોસ્કોપનું કામ શું છે? તો તેમણે કહેલુ કે આપણા શરીરમાં દરેક અવયવ જ્યારે ચાલુ હોય, ત્યારે ખાસ અવાજ પેદા કરે છે. એ નોર્મલ હોય તો અમુક પ્રકારનો અવાજ આવે, એનામાં કંઇક વાંધો હોય તો જુદા પ્રકારનો અવાજ આવે. નિદાન માટે આ બહુ અગત્યનું સાધન છે. આજે એ અવાજ સાંભળવાની કળા ચાલી ગઇ ને નોટ છાપવાની કળા બધાને ફાવી ગઇ છે! નિયત નથી.
અત્યારે હાલત એવી થઇ ગઇ કે નવા નવા મશીનો શોધાયા એટલે દાકતરોને રીંગ બનાવવાની ફાવટ આવી ગઇ! એક દર્દી દાકતર પાસે ગયો એટલે એ રીંગમાં ફસાયો સમજો! આ મિત્રે સગા સંબંધી એક બીજાને ધંધો કરાવતા રહે. જે પરીક્ષણની જરૂર ન હોય પરંતુ દાકતર સાહેબને પૈસાની જરૂર હોય, એટલે એ ટેસ્ટ કરાવવો જરૂરી એવું હોંશિયાર સેલ્સમેનની અદાથી દર્દીના મગજમાં ઘુસાડી દે. તેનો સીધો રિપોર્ટ આવે એટલે હવે બીજો કરાવી લઇએ, ચાલો પેલા સાહેબને ત્યાં જઇ આવો. ટેસ્ટ કરાવી લાવો. દરમિયાન એ સાહેબો વચ્ચે મોબાઇલ સંપર્ક ચાલુ થઇ જાય!
સુરત – ભરત પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.