નવી દિલ્હી: જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયા (Team India) એશિયા કપ (Asiacup) અને વર્લ્ડ કપની (World Cup) તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે બીજી તરફ ભારતની B ટીમ પણ આ વખતે એશિયન ગેમ્સમાં પ્રવેશવા જઈ રહી છે. એવા એંધાણ છે કે શિખર ધવન એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે છે. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાના દિગ્ગજ વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે કેપ્ટનશીપ માટે શિખર ધવનની જગ્યાએ બીજા ખેલાડીને કેપ્ટન (Captain) બનાવવા માચે માગ કરી છે.
દિનેશ કાર્તિકે એશિયન ગેમ્સ માટે રવિચંદ્રન અશ્વિનને ટીમનો નવો કેપ્ટન બનાવવાની માંગ ઉઠાવી છે. કાર્તિકે કહ્યું કે અશ્વિન તેની કારકિર્દીમાં ઓછામાં ઓછી એક વાર આ તકનો હકદાર છે. તેણે કહ્યું મને લાગે છે કે ભારતની બી ટીમ એશિયન ગેમ્સમાં જશે. જો અશ્વિન ODI સેટઅપનો હિસ્સો નથી, તો હું સંપૂર્ણ અપેક્ષા રાખું છું કે BCCI એશિયન ગેમ્સમાં અશ્વિનને કેપ્ટન બનાવશે. અશ્વિને લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે કોઈ વનડે મેચ રમી નથી અને આવી સ્થિતિમાં તેના માટે વર્લ્ડ કપ 2023માં તક મેળવવી ઘણી મુશ્કેલ છે. તેણે તેની છેલ્લી વનડે જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે શિખર ધવન એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતા જોવા મળી શકે છે. સાથે જ ટીમના કોચ તરીકે વીવીએસ લક્ષ્મણને એશિયન ગેમ્સમાં ટીમ સાથે મોકલવામાં આવી શકે છે.
અશ્વિન હાલમાં ટીમ ઈન્ડિયાનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં પણ એક શાનદાર ઓલરાઉન્ડર છે. જ્યારે તેણે 474 વિકેટ લીધી છે. તેણે 5 સદી સહિત 3000 થી વધુ રન પણ બનાવ્યા છે. તે નંબર વન બોલર છે. અશ્વિન પાસે IPLમાં કેપ્ટનશિપનો અનુભવ છે.