SURAT

ડિંડોલીના ગેરકાયદે કોલ સેન્ટરમાં પોલીસના દરોડા, સંચાલક સહિત પાંચની ધરપકડ

સુરત : ડીંડોલી (Dindoli) પોલીસની ટીમને સ્વસ્તિક વિલા (Swastik Villa) સોસાયટીમાં ગેરકાયદે કોલ સેન્ટર (Illegal coal st) ધમધમતુ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઇડ (Raid) કરી સંચાલક સહિત કુલ પાંચ જણાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી લેપટોપ, 23 નંગ મોબાઇલ ફોન, રાઉટર, 10 સિમકાર્ડ, 16 જેટલી પાસ બુક તથા ચેક બુક, 8 નંગ ડેબીટ/ક્રેડીટ/પાન કાર્ડ તથા રોકડા રૂપિયા 2.52 લાખ રૂપિયા મળી કુલ 3.84 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. મકાન માલિક રાજા પ્રભાકર નંદરવાર ઝેનક્રાફ્ટ સોલ્યુસન નામની કોલ સેન્ટર ચલાવી ગૌતમ અમોદે, અતુલ બોકડે, કલ્પેશ વાળંદ અને સુમીત ઉર્ફે સ્મિત ચૌધરીને નોકરી ઉપર રાખ્યા હતા. અને ક્વીકર કોમ નામની વેબસાઈડ પરથી મોબાઈલના ડેટા મેળવી ગ્રાહકોને ફોન તેમજ મેસેજ કરી તેઓને 650 ફોર્મ 95 ટકા ઍક્યુરેસી સાથે છ દિવસમાં સબમીટ કરવાના બદલામાં રૂપિયા 21,450 મહેનતાણુ આપવાની લોભામણી લાલચ આપી હતી.

પોર્ટલ યુઝ કરવાનો ચાર્જ રૂપિયા 6600 ભરવાના બહાને પૈસાની ઉઘરાણી કરતા હતા
તેઓના આઈડીપ્રુફ, ઈમેલ ઍડ્રેસ મેળવી યુઝરનેમ તથા પાસવર્ડ બનાવી તેને ડેટા ઍન્ટ્રી માટેનું કામ સોપતા હતા. આ કામ સમય મર્યાદામાં 95 ટકા ઍક્યુરેસી સાથે પુર્ણ ન થાય તમને પોર્ટલ યુઝ કરવાનો ચાર્જ રૂપિયા 6600 ભરવાના બહાને પૈસાની ઉઘરાણી કરતા હતા. અને જો કોઈ ગ્રાહકો પૈસા આપવાની ના પાડે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપતા હતા. ગ્રાહકો પાસેથી ચાર્જના બહાને રૂપિયા 6600 અલગ અલગ ડમી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી રૂપીયા ઉપાડી છેતરપિંડી કરતા હતા. ડિંડોલી પોલીસે ફરિયાદ દાખલ કરી પાંચની ધરપકડ કરી રામ ઉર્ફે ગતા આંબોરીકર (રહે, રોયસ સ્ટચાર રામીપાર્ક સોસાયટી પાસે ડિંડોલી)ને વોન્ટેડ જાહેર કરાયો હતો.

પકડાયેલા આરોપીઓ

  • રાજા પ્રભાકર નંદરવાર (સ્વસ્તિક વિલા રેસીડેન્સી ડિંડોલી)
  • અતુલ ભાનુભાઇ બોકડે ( કલ્પના સોસાયટી ગોડાદરા)
  • ગૌતમ અશોકભાઇ અમોદે ( દ્વારકેશ નગર લિંબાયત)
  • સુમીત ઉર્ફે સ્મિત ભગવાનભાઇ ચૌધરી ( કલ્પના રો-હાઉસ ગોડાદરા)
  • કલ્પેશ ભરતભાઇ વાળંદ (મહાપ્રભુનગર લિંબાયત)
  • અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી ગેસ રિફીલીંગ કૌભાંડ પકડ્યું

સુરત : કોસાડ આવાસમાં પોલીસે રેડ પાડી ગેસ રિફીલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે ગેસની બોટલ સહિત કુલ રૂપિયા ૧૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી મહિલા સહિત બે જણા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરોલી પોલીસે ગતરાત્રે કોસાડ આવાસમાં રહેતા નૌસાદબી ફારૂક શેખના ઘરે રેડ કરી હતી. જ્યાં નૌસાદબી ગેસનું ગેરકાયદેસર રિફીલીંગ કરતા મળી આવી હતી. નૌસાદબી કોમર્શિયલ વપરાશમાં લેવાતા ઇન્ડીયન કંપનીની ગેસ બોટલમાંથી તેમજ ઘરવપરાશમાં લેવાતા ભારત ગેસની બોટલોમાંથી જરૂરીયાતવાળા લોકોને ગેસ રિફીલીંગ કરી આપતા હતા. અમરોલી પોલીસે ગેસની ભરેલી તેમજ ખાલી બોટલો, વજનકાંટો અને એલ્યુમિનીયમની પાઈપો મળી કુલ રૂ.16 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગેસની બોટલો લાવી આપનાર નૌસાદબીના પુત્ર ફરીદ ફારૂક શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top