SURAT

દુ:ખાવો સહન નહીં થતાં ઈજાગ્રસ્ત યુવકે નર્સ સાથે કરી દીધું આવું, સુરતની ઘટનાના CCTV સામે આવ્યા

સુરત : શહેરના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા હોઈ તેવું લાગે છે. આ વિસ્તારમાં રોજબરોજ ગુનાઓ બનવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ગુરુવારે મોડી રાત્રે આ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં (Hospital) સારવારમાં વિલંબ થતા બેબાકળા બની ગયેલા યુવકોએ ફરજ ઉપર હાજર નર્સ (Nurse) ઉપર જીવલેણ હુમલો (Attack) કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હોવાની ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજો પણ હોસ્પિટલમાં લાગેલા કેમેરામાં કેદ થઇ ગયા હતા. હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી. હુમલો કરનારા ત્રણ યુવકોની હાલ તો ડિંડોલી પોલીસે (Police) અટકાયત કરી તેઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

સારવારમાં વિલંબને કારણે હોસ્પિટલમાં તોડફોફ અને નર્સ ઉપર હુમલો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે રાત્રે ડિંડોલી વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં ત્રણ યુવકો પહોંચ્યા હતા. ત્રણ પૈકી એક યુવકના હાથમાં ઇજાઓ થઇ હતી. અન્ય બે યુવકો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેમની સારવારમાં થોડો વિલંબ થયો હતો જેને કારણે ઈજાગ્રસ્ત યુવક ગુસ્સે ભરાઈ ગયો હતો. હોસ્પિટલમાં તોડફોડ કરીને નુકશાન કર્યું હતું અને ત્યારબાદ ફરજ ઉપર હાજર નર્સ ઉપર જીવલેણ હુમલો કરીને તેને ઘાયલ કરી દીધી હતી.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઇ
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સારવાર માટે આવેલા યુવકોમાંથી એક યુવકના હાથ ઉપર ઇજાઓ પહોંચી હતી અને જે તેના મિત્રો સાથે લોહિલુહાણ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે હોસ્પિટલમાં હાજર સ્ટાફ જેઓ યુવકને સારવાર કરવા જઈ રહ્યાં ત્યારે જ એક યુવકે નર્સ ઉપર હુમલો કરી દીધો હતો. તેથી હોસ્પિટલના સ્ટાફે તરત જ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ ડિંડોલી પોલીસ ઘટના સથળે દોડી ગઈ હતી અને ત્રણેય યુવકોની અટકાયત કરી હતી.

ઉન વિસ્તારની હોસ્પિટલમાં પણ મોડીરાત્રે સટાફ ઉપર થયો હતો હુમલો
બે દિવસ અગાઉ પણ શહેરના ઉન-ભેસ્તાન વિસ્તારની એક ખાનગી હોસ્પિટલના સ્ટાફ ઉપર હુમલાની ઘટના સામે આવી હતી.જ્યાં ત્રણથી ચાર યુવકોએ હોસ્પિટલના સ્ટાફ ઉપર હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો. હોસ્પિટલમાં કેટલાક યુવકો દવા લેવા માટે આવ્યા હતા. જેમણે સ્ટાફ પાસેથી તેમના એક મિત્રના પેટમાં ગેસ થઇ ગયો હોવાની દવા માંગી હતી પરંતુ સ્ટાફે દર્દીને તપાસ કર્યા બાદ જ દવા આપવાનું કહ્યું હતું. જે-તે સમયે આવેલા યુવકો ત્યાંથી જતા રહ્યા હતા પરંતુ મોડી રાતે ફરીથી યુવકોનું ટોળું હોસ્પિટલમાં ધસી આવ્યું હતું અને તે કેમ દવા આપવાની ના પાડી હતી તેવું કહીને તેમણે સ્ટાફ ઉપર જીવલેણ હુમલો કરીને હોસ્પિટલમાં તોડફોડ કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં સચિન પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ઉન વિતસ્તારમાં રહેતા આરોપી યુવકોની અટકાયત કરી હતી.

Most Popular

To Top