સુરત: ડિરેક્ટરોરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગઇ કાલે દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પર તપાસ હાથ ધરાયા બાદ બાદ આજે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વાર શુક્રવારે શહેરની ટેક્સટાઇલ અને ડાયમંડની નવ પેઢીઓ પર તપાસ કરવામા આવી હોવાની ચર્ચા છે. મોડી રાત સુધી વિભાગની કાર્યવાહી તમામ સ્થળો પર જારી રહી હતી. જેમા વિભાગે મોટાપાયે દસ્તાવેજો જપ્ત કર્યા છે.
જીએસટી વિભાગે આઇટીએ જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુંતે દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશનમાં પણ તપાસ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જીએસટી રિટર્ન અને ટેક્સની વિસંગતતાને આધાર બનાવીને તપાસ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ તમામ જગ્યાએ તપાસ ચાલી રહી હોય કરચોરીનો આંક સામે આવ્યો નથી.
જીએસટીની ટીમ દ્વારા વરાછા અને કાપોદ્રા વિસ્તાર ઉપરાંત રિંગરોડ સહિતના એરિયાના ધંધાર્થીઓને નિશાના પર લીધા હતા. જેમાં ઓસ્કર વિન, લીબર્ટી, સહેજ વેલવેટ, અંજલી ટેક્સ, લીબર્ટી, જય બજરંગ સ્ક્રેપ, માવરેક ઇમ્પેક્ટ, અંજલી વેવનો સમાવેશ થાય છે. અધિકારીઓએ તમામ જગ્યાએ રિટર્ન સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરી રહ્યા છે. જોકે વિભાગ પાસેથી સત્તાવાર માહિતી મળી શકી નહતી.