Entertainment

સની દેઓલની ‘બોર્ડર 2’માં દિલજીત દોસાંજની એન્ટ્રી, સૈનિકની ભૂમિકામાં દેખાશે

બોલિવૂડના પાવરફુલ એક્ટર સની દેઓલે વર્ષ 2023માં ફિલ્મ ‘ગદર 2’ દ્વારા જોરદાર ધૂમ મચાવી હતી. સની દેઓલની ગદર 2 પહેલા ઘણી ફિલ્મો સતત ફ્લોપ રહી હતી પરંતુ આ ફિલ્મ તેની કારકિર્દીની સૌથી વધુ નફાકારક ફિલ્મ સાબિત થઈ હતી. ગદર 2 ભારતમાં ટોપ-5 સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોમાં સામેલ છે. હવે સની દેઓલ બોર્ડર 2 માં ધમાલ મચાવવા આવી રહ્યો છે. તેની સાથે આ ફિલ્મમાં ગાયક કલાકાર દિલજીત દોસાંજની પણ એન્ટ્રી થઈ રહી છે.

ગદર 2 થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર સની દેઓલ હવે દેશભક્તિ પર આધારિત વધુ બે મોટી ફિલ્મો લાવવા જઈ રહ્યો છે. એક ફિલ્મનું નામ ‘લાહોર 1947’ અને બીજી ફિલ્મનું નામ ‘બોર્ડર 2’ છે. બે ફિલ્મોમાંથી બોર્ડર 2ની વધુ ચર્ચા થઈ રહી છે. બોર્ડર 2 એ 1997ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી રહી છે. હવે એક ફેમસ એક્ટર અને સિંગરે ‘બોર્ડર 2’માં એન્ટ્રી કરી છે.

હવે લોકપ્રિય અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝ પણ સની દેઓલની આગામી ફિલ્મ ‘બોર્ડર 2’માં જોવા મળશે. સની દેઓલે પોતે આ વાતની જાહેરાત કરી છે અને સનીએ પોતાની ફિલ્મમાં દિલજીતનું સ્વાગત કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સની દેઓલે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ સાથે સંબંધિત એક વીડિયો શેર કરતા લખ્યું છે કે, ‘બોર્ડર 2ની બટાલિયનમાં સૈનિક દિલજીત દોસાંજનું સ્વાગત છે.’ સનીના કેપ્શનથી સ્પષ્ટ છે કે દિલજીત ફિલ્મમાં ‘ફૌજી’ના રોલમાં જોવા મળવાનો છે.

સનીએ શેર કરેલા વીડિયોમાં શરૂઆતમાં સોનુ નિગમના અવાજમાં સુપરહિટ ગીત ‘સંદેશ આતે હૈં’ સાંભળવા મળી રહ્યું છે. આ પછી દિલજીતનો અવાજ આવે છે. દિલજીત કહી રહ્યો છે, ‘આ દેશ તરફ જોનાર દરેક આંખ ડરથી ઝૂકી જાય છે, જ્યારે આ સરહદોની રક્ષા ગુરુ દ્વારા કરવામાં આવે છે.’

દિલજીતે વીડિયો પણ શેર કર્યો, કહ્યું- અમે છેલ્લી ગોળી ચલાવીશું
દિલજીત દોસાંઝે પોતે બોર્ડર 2માં તેની એન્ટ્રીની પુષ્ટિ કરી છે. સિંગર-એક્ટરે પણ આ જ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. દિલજીતે લખ્યું છે કે દુશ્મન પહેલી ગોળી ચલાવશે અને અમે છેલ્લી ગોળી ચલાવીશું. આવી શક્તિશાળી ટીમની સાથે ઉભા રહેવું અને આપણા સૈનિકોના પગલે ચાલવું એ સન્માનની વાત છે.

Most Popular

To Top