Entertainment

જેઠાલાલ ‘તારક મહેતા’ શો છોડી રહ્યાં છે?, દિલીપ જોશીએ જાતે કર્યો ખુલાસો

મુંબઈઃ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે સિરિયલમાં મુખ્ય પાત્ર જેઠાલાલ શો છોડી રહ્યા છે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષી આ શો છોડી રહ્યાં છે. આ ચર્ચા ત્યારે ઉઠી જ્યારે દિલીપ જોશી અને સિરિયલના પ્રોડ્યુસર અસિત મહેતા વચ્ચે સેટ પર ઝઘડો થયો હોવાના સમાચાર બહાર આવ્યા હતા. એવું કહેવાય છે કે દિલીપ જોશીએ નિર્માતા અસિત કુમાર મોદીનો કોલર પકડી લઈ શો છોડવાની ધમકી આપી હતી. હવે આ સમગ્ર કોન્ટ્રવર્સી અંગે ખુદ દિલીપ જોશીએ ખુલાસો કર્યો છે.

દિલીપ જોષીએ આ સમાચારનું ખંડન કરતાં કહ્યું કે મીડિયામાં જે સમાચારો આવી રહ્યાં છે તેના પર હું સ્પષ્ટતા આપવા માંગુ છું. આ બધી અફવાઓ છે. મારી અને અસિત ભાઈ વચ્ચે કોઈ ઝઘડો થયો નથી. બધા ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. મને આ સમાચારો જોઈને દુઃખ થાય છે. ‘તારક મહેતા’ શો મારા અને લાખો ચાહકો માટે ઘણો મહત્ત્વનો છે.

જ્યારે પણ કોઈ પાયાવિહોણા સમાચાર ફેલાવે છે, ત્યારે તે શોના સાચા દર્શકોને નુકસાન પહોંચાડે છે. આટલા વર્ષોથી શોમાં બતાવવામાં આવેલી બધી સારી બાબતોને આ સમાચારોએ બરબાદ કરી દીધી છે. આટલી બધી નકારાત્મકતા જોઈને મારા દિલને દુઃખ થાય છે. જ્યારે પણ કોઈ અફવા બહાર આવે છે ત્યારે એવું લાગે છે કે આપણે આગળ આવીને ખોટી અફવાઓ વિશે વાત કરવી જોઈએ. તેમાં સત્ય નથી, તે નિરાશાજનક છે કારણ કે તે ફક્ત આપણા વિશે નથી, પરંતુ તે લોકો વિશે પણ છે જેઓ શોને પ્રેમ કરે છે. આ બધું વાંચીને હું અસ્વસ્થ થઈ રહ્યો છું.

અગાઉ મારા શો છોડવાની વાતો હતી જે ખોટી હતી. દર અઠવાડિયે મારા વિશે આ બધું પ્રકાશમાં આવે છે. હવે આસિત ભાઈની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે નવી નવી વાર્તાઓ બનાવવામાં આવી રહી છે. તેનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે. તે જોઈને દુઃખ થાય છે. કે કેટલાક લોકો શોની સફળતાની ઈર્ષ્યા કરે છે, તેથી મને ખબર નથી કે આ સમાચાર ફેલાવવા પાછળ કોણ છે.

હું એ જ પ્રેમ અને જુસ્સા સાથે દરરોજ સખત મહેનત કરું છું અને ઘણા વર્ષો સુધી આ શોનો ભાગ બનીશ. આ શોને શ્રેષ્ઠ બનાવવા માટે અમે બધા એકસાથે ઊભા છીએ. હું આશા રાખું છું કે મીડિયા આ બાબતોને ચકાસવામાં થોડો સમય લેશે. હકીકતો તપાસે અને માત્ર સાચા સમાચાર જ છાપશે. આપણે હકારાત્મકતા ફેલાવવા અને ખુશી ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જે અમારા માટે મોટી વાત છે. આ શોને સતત સમર્થન આપનારા ચાહકોનો આભાર. તમને જણાવી દઈએ કે દિલીપ જોશી છેલ્લા 16 વર્ષથી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ છે.

Most Popular

To Top