આણંદ :‘એક સમયે વડાપ્રધાનપદે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, સરકારમાંથી 100 પૈસા જાય છે, તે લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઇ જાય છે. એટલે કે સરકાર અને લાભાર્થી વચ્ચે 85 પૈસા ખવાઇ જાય છે. 65 વર્ષથી આપણે પણ માની લીધું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલાઇઝેશન કરી 100 પૈસા સીધા જ લાભાર્થીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી રહ્યાં છે. આમ ડિજિટલાઇઝેશનથી ભ્રષ્ટાચાર નાબુદ થયો છે. ડિઝીટલાઇઝેશને 180 અંશ ડિગ્રી બદલી નાંખવામાં આવ્યો છે.’ તેમ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી રાજીવ ચંદ્રશેખરે સીવીએમ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રના મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયો તેના 65 વર્ષ સુધી ઓછા ટેક્સમાં બધુ ચાલતું હતું. સ્લોગ્રોથ, લોગ્રોથ સીસ્ટમ ચાલતી હતી. ભ્રષ્ટાચાર, સગાવાદ સહિતની બાબતો ઓળખ સમી હતી. પરંતુ કોરોના બાદ ટેક્સના ટાર્ગેટ જોઇ શકાય છે. હાઈગ્રોથ ઇકોનોમી તરફ દેશ પ્રગતિ કરી રહ્યો છે. પહેલા બેન્કમાં પડેલી 98 ટકા રકમ 9 પરિવારની જ હતી. 2013-14માં 500 સ્ટાર્ટઅપ હતાં, તેની સામે 2021-22માં 61,400 સ્ટાર્ટઅપ થયાં છે. વિશ્વમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા તરીકે દેશ ઉભરી રહ્યો છે. ટેકનોલોજીથી સરકારમાં બદલાવ આવ્યો છે. લોકોની જીવનશૈલી બદલાઇ છે. ડિઝીટલ ઇન્ડીયામાં ડિઝીટલ ઇકોનોમી વધી રહી છે.
અગાઉના વર્ષોમાં ભારત દેશ ટેકનોલોજીનો ગ્રાહક હતો. પરંતુ આજે 5જી થકી ટેકનોલોજીમાં હરણફાળ ભરી છે. ભારત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહિસકતાના મોટા માર્કેટ તરીકે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, એટલું જ નહી આજે વ્યાપાર માટે સમગ્ર વિશ્વમાં ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહયું છે. આ ઉપરાંત આજે ભારત સેમીકન્ડકટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. આજે આપણે 100 યુનિકોર્ન સ્ટાર્ટઅપ સાથે વિશ્વમાં ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે. યુપીઆઈ ટ્રાન્ઝેકશનમાં આપણે સમગ્ર વિશ્વમાં મોખરે છીએ. ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરીંગમાં આપણે હરણફાળ ભરી છે. જ્યારે મોબાઈલ મેન્યુફેકચરીંગમાં આપણે વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા થયા છીએ.
સીવીઅેમ યુનિવર્સિટી ખાતે ન્યુ ઈન્ડીયા ફાેર યંગ ઈન્ડીયા ઃ ऊTechEdની તકાે કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય મંત્રી રાજીવચંદ્ર શેખરે વિદ્યાર્થીઆે, સ્ટાર્ટઅપ્સ અને યુવા સાહસિકાે સાથે વાર્તાલાપ કર્યાે હતાે. જેમાં ભારત આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું હાેવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર, રાજ્યના હાયર એજ્યુકેશનના કમિશ્નર એમ. નાગરાજન, ટેક્નિકલ એજ્યુકેશનના કમિશ્નર જી.ટી.પંડ્યા, ચારૂત્તર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ, સેક્રેટરી એસ. જી. પટેલ, જોઈન્ટ સેક્રેટરી સર્વ મેહુલભાઈ પટેલ, આર. સી. તલાટી અને વિશાલ પટેલ, શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સીવીએમના પ્રોફેસર, આચાર્ય વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનામાં ભારત સ્ટ્રોંગર, રિલિજીયન્સ અને મોર કોન્ફિડન્સ તરીકે ઉભરી આવ્યું
માનવ ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વ આખું એક જ સમસ્યાનું સામનો કરી રહ્યો હતો. બે વર્ષ પહેલાં કોરોના મહામારીમાં કોઇને ખબર ન હતી કે આ શું છે ? તેની દવા શું છે ? ભારતનું તો આરોગ્ય વિભાગ પણ મહામારીનો સામનો કરી શકે તેવું સક્ષમ નહતું. લોકડાઉન થયું, અર્થવ્યવસ્થાને નુકશાન થયું. અમેરિકા આજે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ચીનમાં હજુ પણ લોકડાઉના રાઉન્ડ ઉપર રાઉન્ડ આવી રહ્યાં છે. આ સ્થિતિમાં ભારતે 200 કરોડ વેક્સીનેશન કર્યું. 80 કરોડ લોકોને નિઃશુલ્ક રાશન આપ્યું હતું. જેના પગલે બે વર્ષમાં આપણે દુનિયામાં સ્ટ્રોંગર, રીલીજીયન્સ અને મોર કોન્ફીડન્સ તરીકે ઉભરી આવ્યાં છીએ.
પાંચ ટ્રિલિયન ઇકોનોમીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રદાન ડિજિટલ ઇકોનોમીનું હશે
આ પ્રસંગે યોજાયેલા ‘‘ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા’’ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ કે, આવનારો દાયકો ભારતનો છે. આવનારા 10 વર્ષ “ન્યૂ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા” ના સૂત્રને સરકાર અને યુવાઓ સાથે મળીને સાર્થક કરશે. આજે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોઈ મોટા પરિવાર સાથે જોડાયેલા હોવું જરૂરી નથી. સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અને અન્ય સહાયો સ્ટાર્ટઅપને વિચારબીજની શરૂઆતથી લઇને માર્કેટમાં લઇ જઇને સ્કેલઅપ કરવા સુધીનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પાંચ ટ્રિલિયન ડોલરની ભારતની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખૂબ મોટી ભૂમિકા ભજવશે. આ પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રદાન ડિજિટલ ઈકોનોમીનું હશે. મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.
ઇલેક્ટ્રોનિકમાં ચીનની મોનોપોલી તુટશે
રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, વિશ્વમાં ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ચીનની મોનોપોલી હતી. 65 ટકા સામાન ચીનથી નિકાસ થતો હતો. ભારતમાં એટલા કરાર થયા હતા કે સ્થાનિક ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં. પરંતુ કોરોના બાદ વિશ્વના બજારે પણ આ મોનોપોલી તોડવા કમરકસી છે. વિશ્વમાં મોબાઇલ ઉત્પાદકમાં ભારત બીજા નંબરે પહોંચી ગયો છે. 2025-26માં 400 મિલિયન ડોલરનો લક્ષાંક રાખામાં આવ્યો છે અને ઇલેક્ટ્રોનિક્સમાં ચાઇનાને પાછળ છોડી દેવામાં આવશે. દેશમાં દોઢ વર્ષ પહેલા એક પણ ડ્રોન બનતું ન હતું. પરંતુ દોઢ વર્ષમાં 600 જેટલી કંપની ડ્રોન ઉત્પાદન કરતી થઇ ગઈ છે. કોરોના બાદ ઝડપથી વિકાસ થયો છે. અર્થતંત્ર, એફડીઆઈ સહિતની બાબતમાં ભૂતકાળમાં ક્યારેય ન જોયું હોય તેટલું જ છે.