Charchapatra

 ‘ડિજિટલ અંધાપો’

તાજેતરના આંકડાઓ ચોંકાવનારા છે. મોબાઇલની સ્ક્રીન પર આંગળીઓ ફેરવવાની આદત હવે ડિજિટલ અંધાપા તરફ દોરી રહી છે.  સરકારી હોસ્પિટલ અમદાવાદમાં પ્રતિ વર્ષે ઓપીડીમાં 3400 જેટલા નવા કેસો આવી રહ્યા છે. નવ મહિનામાં 40,000 કેસો છે. ખાનગી હોસ્પિટલમાં આંકડાઓ ભયાનક છે 2025 માં 1,76,699 દર્દીઓએ આંખની સારવાર લીધી હતી. એક વર્ષના 10000 આંખના ઓપરેશન, 870 સર્જરી, 150 લોકોમાં રેટિના સર્જરી. એમાંય સમગ્ર ગુજરાતમાં આંકડાઓ ભયાનક છે. ગત વર્ષમાં આંખની બીમારી 10% વધી છે. સ્કૂલોમાં શાળાના વિદ્યાર્થીઓમાં ચશ્મા પહેરવાનો રેશિયો 50 ટકા સુધીનો થઈ ગયો છે. તેની પાછળ મોબાઈલ અને કોમ્પ્યુટર અતિરેક મુખ્ય કારણ છે.

મહિલાઓમાં અને બાળકોમાં રાત્રે લાઇટ બંધ કરી મોબાઈલ જોવાની ટેવ વધી છે. નજીકથી જોવા તો આ મોબાઇલ આંખોને ગંભીર નુકસાન પહોંચાડે છે. લોકોની દૃષ્ટિ હીનતા તરફ દોટ વધી છે. મોબાઈલ જોવાની ખોટી ટેવ અને જાગૃતિના અભાવે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. બાળકો અને લોકોમાં આંખ ખરાબ થવાના કારણોમાં મોબાઇલ, કોમ્પ્યુટર,અને લેપટોપ નો સતત ઉપયોગ, વિટામીન A ની ઊણપનો ખોરાક અને લાઈટો બંધ કરી મોબાઈલ જોવાની ટેવ, ખેલકુદ કસરતનો અભાવ, બેઠાલું જીવન, મસાલેદાર ગરમી વધારનાર ખોરાક, ખોટી આદતો અને મોતિયા બિંદુનો સમયાંતરે પરીક્ષણનો અભાવ, આ મુખ્ય કારણો જવાબદાર છે.
મોટા વરાછા સુરત – પ્રેક્ષક યોગેન્દ્ર પટેલ ‘યોગી’- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top