Charchapatra

ઉત્રાણ રેલવે સ્ટેશન પર ટિકિટ મેળવવાની તકલીફ

ઉત્રાણ રેલવે સ્ટેશન દક્ષિણ ઉત્રાણ ગરનાળાથી ઉત્તરમાં મનીષા ગરનાળા સુધીની લગભગ 1.0 કિલોમીટર લંબાઈમાં છે. પહેલાં ટિકિટ વિન્ડો પ્લેટફોર્મ નંબર-1ની મિડલમાં હતું જે પહેલી એપ્રિલથી ઉત્તર તરફ મનીષા ગરનાળા પાસે એટલે કે આશરે એક કિ.મી. દૂર અને તે પણ અંડર ગ્રાઉન્ડ (ભોંયરામાં) ચઢવા ઉતરવાનાં પગથિયાં વિના કાર્યરત કરવામાં આવ્યું છે. મોટા ભાગનાં મુસાફરો ઉત્રાણ દક્ષિણ તરફના ઉત્રાણ ગરનાળા તરફથી એટલે કે પૂર્વ તરફથી ઉત્રાણ, વરાછા, ઉત્રાણ પાવરહાઉસ વગેરે વિસ્તારના પ્રવાસી રીક્ષા સીટીબસ મારફત આવે છે. સી.ટી. બસ પણ આ જ ગરનાળા પાસેથી આવે છે અને ઉપડે છે. તે જ પ્રમાણે આ જ ગરનાળાની પશ્ચિમ તરફ એટલે કે અમરોલી કતારગામ તરફના પ્રવાસી આ જ ગરનાળા તરફથી આવે છે અને બસ પણ આ જ જગ્યાએ ઊભી રહે છે. ઉપરાંત, અશ્વનીકુમાર, કતારગામ જી.આઈ.ડી.સી.નાં મુસાફરો પણ તાપી નદીનો પુલ ચાલીને ઉત્રાણ સ્ટેશનથી ટ્રેઈન પકડે છે.

દરેક મુસાફરને હવે એક કી.મિ. ચાલીને ટિકિટ લેવા જવું પડે છે. જે સામાન્ય વ્યક્તિ જે સામાન સાથે આટલું ચાલવું ટિકિટ લેવી તકલીફ પડતી હોય તો બાળકો સાથેના મુસાફર, વયસ્ક મુસાફરને કેવી તકલીફ!! તેમાં પણ સમય પર આવતાં મુસાફરો અગવડના કારણે વગર ટિકિટે મુસાફરી કરવી પડે છે જે રેલવે માટે નુકસાનકારક છે. નિરાકરણ: રેલવેએ ઉત્રાણ ગરનાળાની અમરોલી તરફ એક પાકું મોટું મકાન બનાવ્યું છે. જેનો હાલ સ્ટોરરૂમ તરીકે ઉપયોગ થાય છે. આ મકાનનો ઉપયોગ ટિકિટ ઓફીસ બનાવવામાં આવે તો પ્રજાની તકલીફ દૂર થાય. ઉપરાંત આવકમાં વધારો થાય. સ્ટોરરૂમ તો પતરાના શેડમાં પણ થઈ શકે. આ અંગે તાકીદે યોગ્ય થવા વિનંતી છે.
સુરત     – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top