સિંગવડ , તા.૨૮
સિંગવડ તાલુકામાં જુના મામલતદાર ની બદલી થયાને 20 થી 25 દિવસ જેવા થવા આવ્યા છતાં હજુ સુધી નવા મામલતદાર ની પોસ્ટિંગ કરવામાં નહીં આવતા સિંગવડ મામલતદાર ઓફિસ કામે આવતા અરજદારોને મુશ્કેલી પડતી હોય છે જ્યારે હાલમાં સિગવડ મામલતદાર નો ચાર્જ સંજેલી મામલતદારને સોંપવામાં આવ્યો હોવાથી સંજેલી મામલતદાર પણ અઠવાડિયામાં બે દિવસ આવતા હોય છે જ્યારે અરજદારો તો રોજના રોજ તેમના કામ અર્થે આવતા હોય છે તો અરજદારોને જાતિના દાખલા વારસાઈ આવકના દાખલા કે બીજા ઘણા કામ હોય તેના માટે સહીની જરૂર પડતી હોય છે જ્યારે સંજેલી મામલતદાર સિંગવડ મામલતદાર કચેરી ખાતે આવે તો સહી થઈ જાય પરંતુ તેના બીજા દિવસો મા સંજેલી હોય તો અરજદારોના કામ માટે મામલતદાર ની સહી કરાવવાની હોય તો તેના માટે સિંગવડ મામલતદાર ઓફિસના સ્ટાફના માણસોને બધા કાગળ લઈને સહી કરવા માટે સંજેલી સુધી લાંબુ થવું પડતું હોય છે જ્યારે મામલતદાર ઓફિસ મા મામલતદારની પોસ્ટિંગ કરી દેવામાં આવે તો બીજા ઘણા એવા કામો છે કે તે ધ્યાને રાખીને થઈ શકે સિંગવડમાં જ્યારે પણ મામલતદાર બદલી થાય તો અહીંયા ફટાફટ મામલતદાર ની પોસ્ટિંગ કરવામાં નથી આવતી જેના લીધે અરજદારોને પણ તકલીફો ઉઠાવી પડતી હોય છે તો સિંગવડ તાલુકા માટે મામલતદાર નથી મળતા તેમ લાગી રહ્યું છે કે પછી સિંગવડ તાલુકામાં મનગમતા મામલતદાર લાવવાની જોગવાઈ ચાલી રહી હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે લોકસભાની ચૂંટણી પહેલા સિંગવડ મામલતદાર ની પોસ્ટિંગ થશે ખરી તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
સિંગવડ તાલુકામાં નવા મામલતદારની પોસ્ટિંગ નહીં થતાં અરજદારોને મુશ્કેલી
By
Posted on