વડોદરા : શહેરમાં બે દિવસ અગાઉ પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક સ્થળ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા હતા. જેમાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગના દરોડા પડ્યા બાદ તેની તપાસ શહેરના ડીસીપી ઝોન-3 દ્વારા વાડી પોલીસને સોંપવામાં આવી હતી. જોકે આ દરમિયાન શહેરના પોલીસ કમિશ્નર ડૉ.શમશેરસીંધ એ તાત્કાલીક અસરથી પાણીગેટના પીઆઈ કે.પી પરમારની બદલી કંટ્રોલ રૂમ ખાતે લીવ રિઝર્વમાં કરી દિધી હતી. ત્યારે આ બનાવ બાદ વડોદરાના અલગ અલગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પોતાની આબરૂને બચાવવા ચાલતા જુગાર પર દરોડા પાડ્ય હતા.
ગત રોજ PCBની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓએ બાતમીના આધારે બપોરના એક વાગે સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ભુતડીઝાપા બસ સ્ટેશન પાસેથી ચાલતા વરલી મટકાના જુગાર પર દરોડા પાડ્ય હતા.
જેમાં પોલીસે એજાઝઅહેમદ ગુલામમહમંદ શેખ(રહે, ખત્રીવાડ, ફતેપુરા)ને ઝડપી પાડ્યા હતા. અને તેની અંગ જડતી કરતા રોકડ સહિત મોબાઈલ મળી કુલ રૂ.10 હજારનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. જ્યારે હનીફ તથા રાજુ નામના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યો હતા. અન્ય બનાવમાં સીટી પીલીસે શીતળામાતા મહોલ્લો પટેલ પાર્કના નાકા પાસે દરોડા પાડી પતા-પાનાનો જુગાર ઝડપી અનીલ બુધવાણી, પ્રદિપ નાથાણી અને રતબેન નાથાણીને ઝડપી પાડ્યા હતા. અને કુલ રૂ.7 હજારનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. ત્રીજા બનાવમાં પીસીબીએ ગોરવા જુના ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે મોબાઈલ ઉપર ગ્રાહકો પાસે વરલી મટકાના આંક પર સટ્ટા રમતા રણજીત વાઘેલા, અને જાવેદ નુરમહમ્મદ સૈયદને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય સદામ વાઘેલા અને સંદીપ વાઘેલાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીની અંગજડતી કરી અને મોટર સાયકલ વગેરા સહિત કુલ રૂ.47 હજારનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.ચોથા બનાવમાં રાવપુરા પોલીસે કિર્તી સ્થંભ પાસે જાહેરમાં ઝાડ નીચે આંકડાની ચીઠ્ઠી બનાવી જુગાર રમતા ઈસ્માઈલ ચવાણ અને જય કહારને ઝડપી પાડ્યા હતા. જ્યારે તેમની અંગજડતી કરી 870રૂા. કબ્જે કર્યા હતા.