સંસ્કૃત ભાષામાંથી આવેલા શબ્દો કે જે આપપણે ગુજરાતી ભાષામાં વાતચીતમાં અવારનવાર બોલતા હોઇએ છીએ. એવા જ બે સમાનાર્થી શબ્દો છે.આમંત્રણ અને નિમંત્રણ. આમંત્રણ એટલે આપણે કોઇને ઔપચારિક રીતે ઘરે પધારવા માટે કહેતા હોઇએ છીએ કે આવજો ને નિરાંતે બેસીને વાતો કરીશું, ચા-પાણી કરીશું. આમાં ફકત મળવાનો જ ભાવ રહેલો છે. આને કહેવાય આમંત્રણ. હવે નિમંત્રણ એટલે આપણે ત્યાં કોઇ શુભ પ્રસંગ હોય અને એ નિમિત્તે ભોજન સમારંભ રાખ્યો હોય તો તે માટે આવવા માટે આગ્રહભર્યું આમંત્રણ આપીએ તેને નિમંત્રણ કહેવાય છે.
આમ આમંત્રણ અને નિમંત્રણ બે સમાનાર્થી દેખાતા શબ્દોમાં આછી પાતળી ભેદરેખા રહેલી છે. એ જ રીતે આરંભ અને પ્રારંભ આમ જોઇએ તો આ બે શબ્દોમાં આપણને કોઇ તફાવત દેખાતો નથી, પણ તફાવત છે. કોઇ પણ કાર્યની કે કોઇ પણ પ્રવૃત્તિની શરૂઆત એટલે આરંભ કર્યો એમ કહેવાય અને એ જ પ્રવૃત્તિની કે એ જ કાર્યની ફરીથી કોઇ કારણસર શરૂઆત કરીએ છીએ તો તેને પ્રારંભ કર્યો એમ કહેવાય છે. આમ આરંભ અને પ્રારંભ એ બે શબ્દો પણ અર્થમાં જૂદા તરી આવે છે. આ શબ્દો સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષામાં આવેલા તત્સમ શબ્દો.
સુરત – શીલા ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અભિનેતા સંજીવકુમારને યાદ કરીએ
કોઈના માટે આંસુ આવવાં એ સારી બાબત છે પણ આપણા લીધે કોઈને આંસુ આવે એ ખરાબ કહેવાય. ફિલ્મ અભિનેતા સંજીવકુમારનો જન્મ દિવસ આ માસની 9 મી જુલાઈએ છે. ત્યારે સુરતવાસી નહિ, આખું ફિલ્મજગત તેમને યાદ કરે છે. સુરત માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે તેઓ દરેક પ્રકારના રોલ ફિલ્મી પરદે ભજવી શકતા હતા.
હજુ સુધી તેમના જેવા રોલ કોઈએ ભજવ્યા એવું ધ્યાનમાં નથી. સંજીવકુમારની સ્મૃતિ કાયમ જળવાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા “સંજીવકુમાર auditoriam”ની ભેટ શહેરીજનોને ધરી છે ત્યારે ક્લા જગત ક્ષેત્રે સુરતનું નામ છે ત્યારે સંજીવકુમાર જેવા જ બીજા અભિનેતા સુરતમાંથી પ્રાપ્ત થાય એવી આશા રાખીએ તો ખરેખર તેમનો જન્મદિવસ સાર્થક ગણાશે. કોઇના જીવનમાં હાસ્ય પાથરવાની કળા બધાંમાં નથી હોતી. ફિલ્મજગતમાં કોકના જ ચહેરા જોતાં જ મુખ પર સ્મિત રેલાઇ જાય તેમાં સંજીવકુમાર, રાજકપૂર, કોમેડિયન મહેમુદ, કેસતો મુખર્જી,જગદીપ, જોની વોકર ગણાવી શકાય. વિશ્વમાં કોઇનાં આંસુ પડાવવા તો બધાં જ તૈયાર હોય છે જેમ કે કોઈની બનાવટ કરવી, કોઈને “under estimet “સમજવા તેમજ માનવીના ભોળપણનો ગેરલાભ લઇ લાભ ઉઠાવવો વગેરે ગણાવી શકાય.સંજીવકુમારનું જીવન ખૂબ ટૂંકું રહ્યું, પણ યાદગાર બની રહ્યું છે.
કમનસીબી ગણો કે કુદરતની કમાલ, સંજીવકુમારના ભાઇઓ પણ ખૂબ જ ટૂંકા સમયમાં ફાની દુનિયાને અલવિદા કરી ગયા. સંજીકુમારે પોતાની મિલ્કત તેમનાં ભાભીને વસિયત કરી હતી. હું ભૂલતો ન હોઉં તો જરીવાલા નામના એડવોકેટે તેમનું વસિયતનામું બનાવેલ. તેમના મૃત્યુને પણ ચાલીસ વર્ષ થઈ ગયાં છતાં અભિનય ક્ષેત્રે એવી બેનમૂન કામગીરી કરી કે તેમને યાદ કરવા જ પડે. જગત એવા માણસને જ યાદ કરે છે કે જેઓ દુનિયાને કશુંક આપી જાય છે.
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.